ઉદય રંજન/અમદાવાદ :ગુજરાતમાં 31મી ડિસેમ્બર ઉજવવા માટે યુવાનો થનગની રહ્યા છે. એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તો બીજી તરફ ગુજરાત પોલીસે રાજ્યમાં પ્રવેશતા રસ્તાઓ પરની ચેકપોસ્ટો નાબૂદ કરતા બુટલેગરોને મોકળું મેદાન મળી ગયું છે. દારૂની હેરાફેરી માટે ત્યારે બુટલેગરોએ દારૂના ભાવમાં બમણો વધારો કરી નાખ્યો છે. જોકે, આ વર્ષે બિન્દાસ્ત દારૂ આવ્યો હોવાથી દારૂનુ વેચાણ પણ વધુ થાય તેવી શક્યતાઓ છે.
Breaking : બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો થઈ જાહેર
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે માત્ર ચોપડા પર જ છે. ગુજરાતના બુટલેગરો યુક્તિ પ્રયુક્તિથી ગુજરાતમાં દારૂ ઠાલવે છે અને બમણા ભાવમાં ગુજરાતીઓને વેચે પણ છે. ત્યારે 31મી ડિસેમ્બરને લઈને આ ભાવમાં વધારો કરી નાંખ્યો છે. 31મી ડિસેમ્બર હોઈ ગુજરાતના બૂટલેગરોએ બમણો દારૂ મંગાવ્યો છે. કારણ કે, ચેકપોસ્ટ નાબૂદ થતા બૂટલેગરોને ઘી કેળા થયા છે. 31મી ડિસેમ્બરની ઉજવણીમાં દારૂના ભાવમાં કેટલો વધારો થયો છે તે જોઈએ...
બિયરના ભાવ
લો ક્વોલિટી વ્હીસ્કીના ભાવ
કોંગ્રેસનો સણસણતો આરોપ, ગુજરાત સરકારે પાક વીમામાં 25-50 હજાર કરોડનું કૌભાંડ કર્યું છે
મીડિયમ ક્વોલિટી વ્હીસ્કીના ભાવ
પ્રીમિયમ ક્વોલિટી વ્હીસ્કીના ભાવ
New year 2020 : દારૂ પીને છાકટા કરતા પહેલા સો વાર વિચારજો, આવો છે ગુજરાતમાં પોલીસ બંદોબસ્ત
ગુજરાતમાં દારૂ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં બુટલેગરો મંગાવતા હોવાના સંચાર આવરનારવાર મળ્યાં છે. ત્યારે આ દારૂ ગુજરાત માટે નકલી બેચ નંબર સાથે બનવામાં આવે છે. આ દારૂ બુટલેગરો સસ્તા ભાવે મોટી માત્રામાં મંગાવે છે અને ગુજરાતના અલગ અલગ સ્થળ પર કટિંગ કરી અલગ અલગ બુટલેગરો પોતાના ઠેકાણે લઇ જઈ વેચાણ કરે છે.
ગુજરાતની બોર્ડર પર આજ દિન સુધી પોલીસની ચેકપોસ્ટ હતી, જ્યાં દારૂની ટ્રકો પકડાતી હતી. ત્યારે હવે ગુજરાત પોલીસ વડાએ તાજેતરમાં જ આ ચેક પોસ્ટ હટાવી લેતા બૂટલેગરોને મોકળું મેદાન મળી ગયું છે. ત્યારે આ વખતની 31મી ડિસેમ્બરમાં બૂટલેગરોની કમાણીમાં મોટા પ્રમાણનો વધારો થવાની ચર્ચા થઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે