Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપ સાથે જોડાણ કરનાર તમામને માન સન્માન મળે તેવા પ્રયત્ન: નીતીન પટેલ

ઉંઝાના ધારાસ્ભ્ય ડો. આશાબેન પટેલે કોંગ્રેસમાં તથા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દેવાતા રાજકારણ ગરમાયું છે. જે અંગે અનેક લોકો દ્વારા પ્રતિક્રિયા આપાવમાં આવી છે. જે અંગે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ભાજપ સારા કાર્યકરોને આવકારે છે. ભાજપ સાથે જોડાણ કરનાર તમામને માન સન્માન મળે તેવા પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે 

ભાજપ સાથે જોડાણ કરનાર તમામને માન સન્માન મળે તેવા પ્રયત્ન: નીતીન પટેલ

ગાંધીનગર: ઉંઝાના ધારાસ્ભ્ય ડો. આશાબેન પટેલે કોંગ્રેસમાં તથા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દેવાતા રાજકારણ ગરમાયું છે. જે અંગે અનેક લોકો દ્વારા પ્રતિક્રિયા આપાવમાં આવી છે. જે અંગે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ભાજપ સારા કાર્યકરોને આવકારે છે. ભાજપ સાથે જોડાણ કરનાર તમામને માન સન્માન મળે તેવા પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે છે. 

fallbacks

ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં પાસ સહિતના લોકો જોડણ કરી રહ્યા છે. કોંગ્રેસમાં ધારાસભ્યો, નેતાઓ અને સિનિયર નેતાઓની અવગણના કરવામાં આવે છે. આશાબેનની પણ અવગણના કરવામાં આવતા તેમણે રાજીનામું આપ્યું છે. આ બધી બાબતો જોતાએ સ્પષ્ટ થાય છે, કે પાર્ટીમાં અવગણના થવાના કારણે તેમણે રાજીનામું આપ્યું હોય તેવું લાગી રહ્યું છે.

તાપી નદીના શુદ્ધિકરણ માટે મંત્રી કૌશિક પટેલે કરી મહત્વની જાહેરાત

નીતીન પટેલ દ્વારા વધુમાં જણાવામાં આવ્યું કે, સમગ્ર ગુજરાતમાં ખુણે ખુણેથી લોકો ભાજપમાં જોડાઇ રહ્યા છે. કુંવરજી હળપતિ તથા આદિવાસી સમાજના લોકો પણ ભાજપના જો઼ડાઇ રહ્યા છે. ભાજપ સાથે જોડાણ કરવા માંગતા તમામ લોકોને અમે આવકારીએ છે. કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હોવાને કારણે કોંગ્રેસ પક્ષમાંથી નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More