Home> Gujarat
Advertisement
Prev
Next

શું ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમાંઆખું સ્ટેડિયમ ભાજપના સમર્થકોથી ભરાયેલું રહેશે? ઉઠ્યા ગંભીર આક્ષેપો

India vs Australia : જીસીએ પર ગંભીર આક્ષેપ ઉઠ્યો છે કે ભાજપ દ્વારા ક્રિકેટના રસિયાઓ નહી સમર્થકો માટે મોટાભાગનું સ્ટેડિયમ બુક કરાયું છે અને ખુબ ઓછા પ્રમાણમાં ટિકિટો ઓનલાઇન વેચાણ માટે રાખવામાં આવી છે
 

શું ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમાંઆખું સ્ટેડિયમ ભાજપના સમર્થકોથી ભરાયેલું રહેશે? ઉઠ્યા ગંભીર આક્ષેપો

India vs Australia : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાશે. 9-13 માર્ચની વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો ટકરાશે. ત્યારે અત્યારથી જ મેચની ટિકિટ પૂરી થઈ ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ આરોપ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન પર મૂકાયો છએ કે, તેઓએ મોટાભાગની ટિકિટ ભાજપના સમર્થકોને ફાળવી દીધી છે.

fallbacks

સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, ક્રિકેટ રસિયાઓને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચની ટિકિટ મળી નથી રહી. ત્યારે ભાજપની સૂચનાથી મોટાભાગની ટિકિટો ભાજપના સમર્થકોને ફાળવવામાં આવી હોવાનો આરોપ ઉઠ્યો છે. અમદાવાદ શહેરના ભાજપના વોર્ડ પ્રમુખોને ફોન કરીને તેમના તરફથી આવનારા સમર્થકોને અને કાર્યકરોને એક સપ્તાહ પહેલા ટિકિટ માટે પૂછી લેવામાં આવ્યુ હતું. તેથી પ્રથમ દિવસની ટિકિટ બ્લોક હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

આ પણ વાંચો : 

ભર ઉનાળે વાદળો બંધાયા, જાણો ગુજરાતના કયા કયા શહેરોમાં છે વરસાદની આગાહી

મોટેરામાં આવેલા ક્રિકેટ સ્ટેડિયમમાં ગાવસ્કર-બોર્ડર ટ્રોફીની છેલ્લી અને ચોથી મહત્વની ટેસ્ટ મેચ રમાવવાની છે. PM નરેન્દ્ર મોદી 9 માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ નિહાળશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્ટોની અલ્બેનીઝ પણ તેમની સાથે રહેશે. આખા રાજ્યમાંથી ભાજપના કાર્યકરો પણ ટેસ્ટ મેચ જોવા માટે આવશે. તો શું ક્રિકેટના રસિયાઓને કોઈ લાભ નહિ મળે, શું ભાજપના સમર્થકો જ મેચ જોશે?

જીસીએ પર ગંભીર આક્ષેપ ઉઠ્યો છે કે ભાજપ દ્વારા ક્રિકેટના રસિયાઓ નહી સમર્થકો માટે મોટાભાગનું સ્ટેડિયમ બુક કરાયું છે અને ખુબ ઓછા પ્રમાણમાં ટિકિટો ઓનલાઇન વેચાણ માટે રાખવામાં આવી છે. શહેરના એક વોર્ડના ભાજપ પ્રમુખે જણાવ્યું કે મારા વોર્ડમાંથી ૯મી માર્ચ માટે સમર્થકોને લઇ જવા માટે સુચના મળી છે અને તે માટે સંખ્યા પણ જણાવવામાં આવી છે. જેમને ૯મી માર્ચે  ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. તો અમદાવાદના વિવિધ વિધાનસભાના ધારાસભ્યોને પણ આ બાબતે સુચના આપીને તેમના દ્વારા આવનારા સમર્થકોની યાદી મંગાવવામાં આવી છે. આમ, સુરક્ષાનું કારણ દર્શાવીને પ્રથમ દિવસે ટિકિટનું વેચાણ નહી કરીને ભાજપના કાર્યકરો માટે સ્ટેડિયમ બુક કરાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : 

ગુજરાતમાં આફતના સંકેત! કચ્છમાં ધરા ધ્રૂજી, વાગડ ફોલ્ટ લાઈન સક્રીય થઈ હોવાનું અનુમાન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More