Home> Gujarat
Advertisement
Prev
Next

દોઢ મહિનાથી ગાયબ અલ્પેશ કથીરિયા આખરે ક્રાઈમ બ્રાન્ચના હાથે લાગ્યો

 રાજદ્રોહના કેસ મામલે છેલ્લા દોઢ મહિનાથી ગાયબ પાટીદાર નેતા અલ્પેશ ઠાકોર અંતે પોલીસ પકડમાં આવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે વેલજાથી અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી છે.

દોઢ મહિનાથી ગાયબ અલ્પેશ કથીરિયા આખરે ક્રાઈમ બ્રાન્ચના હાથે લાગ્યો

ચેતન પટેલ/સુરત : રાજદ્રોહના કેસ મામલે છેલ્લા દોઢ મહિનાથી ગાયબ પાટીદાર નેતા અલ્પેશ ઠાકોર અંતે પોલીસ પકડમાં આવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે વેલજાથી અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન નામંજૂર થયા હતા. તેના બાદથી અલ્પેશ ગાયબ હતો. ત્યારે હવે અલ્પેશ કથિરિયાની સુરત ક્રાઈમ બ્રાન્ચે વેલંજા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. 

fallbacks

અલ્પેશ કથિરિયાના મિત્ર આશિષ વઘાસીયાના લગ્નમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ મહિનાથી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયા પોલીસ પકડાથી દૂર હતો. સુરત કોર્ટ દ્વારા રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન રદ્દ થયા બાદ તે ફરાર હતો. કોર્ટે પોલીસને તેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. પરતું પોલીસ અલ્પેશને શોધવામાં સફળતા મળતી ન હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. સાથે અલ્પેશના પરિવાર, મિત્રો અને ભાગીદારો પર સતત પોલીસ નજર રાખી રહી હતી. પોલીસની સતત વધતી જતી કડકાઈને પગલે અલ્પેશ કથીરીયાએ ગંભીર આક્ષેપ સાથેનો વિડીયો સોશિયલ મીડિયા દ્વારા વાઈરલ કર્યો હતો. અલ્પેશે આરોપ લગાવ્યો હતો કે, પોલીસ મારા પરિવાર, મિત્રોને હેરાન કરી રહી છે. ત્યાં સુધી કે વકીલાત સાથે સંકળાયેલા મારા ભાગીદારોને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More