Home> Gujarat
Advertisement
Prev
Next

અલ્પેશ કથીરિયાનો ગણેશ ગોંડલને પડકાર, ગોંડલમાં બે નંબરનું શું-શું ચાલે છે એ પુરાવા સાથે લાવીશું...!

Ganesh Gondal Vs Alpesh Kathiriya : અલ્પેશ કથીરિયાએ કહ્યું, સૌરાષ્ટ્રમાં કહેવત છે માની ગાળ કોઈ ન ખાય, ગોળી ખાય લે; હવે કાર્યકર્તાનો કોલર પણ ન પકડી શકે એવી તૈયારી સાથે જઈશું
 

અલ્પેશ કથીરિયાનો ગણેશ ગોંડલને પડકાર, ગોંડલમાં બે નંબરનું શું-શું ચાલે છે એ પુરાવા સાથે લાવીશું...!

Surat News : ગોંડલના ગણેશ ગોંડલ વર્સિલ અલ્પેશ કથીરિયા વોર હજી તો શરૂ થઈ છે. ત્યારે અલ્પેશ કથીરિયાએ ગણેશ ગોંડલને પડકાર ફેંક્યો છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે, ગોંડલમાં બે નંબરનું શું-શું ચાલે છે એ પુરાવા સાથે લાવીશું.

fallbacks

સૌરાષ્ટ્રના ગોંડલમાં પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિયોની આરપારની લડાઈ જામી છે. સાથે જ ગોંડલમાં અલ્પેશ કથીરિયા vs ગણેશ જાડેજા વચ્ચે માહોલ જામ્યો છે, ત્યારે અલ્પેશ કથીરિયાએ તાજેતરમાં ગોંડલમાં આવીને ગોંડલને મિર્ઝાપુર કહ્યું હતું. ત્યારે અલ્પેશ કથીરિયાએ ફરી એકવાર ગોંડલ પર પ્રહાર કર્યા છે.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગુરુકૃપા ફાર્મ હાઉસ ખાતે કથીરિયા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અલ્પેશ કથીરિયાનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ફરી એકવાર ગોંડલની ચર્ચા કરી હતી. જાહેર મંચ ઉપરથી તેમણે કેટલાક મહત્વના મુદ્દાઓને લઈને આગામી દિવસોમાં તેમની રણનીતિ અંગે વાત કરી હતી. 

ગુજરાતનું 2025 નું ચોમાસું કેવું જશે, અખાત્રીજનો પવન જોઈ અંબાલાલનો વરસાદનો વરતારો

ગોંડલના ગણેશ જાડેજા દ્વારા જે પ્રકારે અલ્પેશ કથીરિયાને પડકાર ફેંકવામાં આવ્યો હતો, તેનો જવાબ ફરી અલ્પેશ કથીરિયાએ આપ્યો છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, ગોંડલમાં બે નંબરનું શું-શું ચાલે છે એ પુરાવા સાથે લાવીશું. સૌરાષ્ટ્રમાં કહેવત છે માની ગાળ કોઈન ખાય, ગોળી ખાય લે; હવે કાર્યકર્તાનો કોલર પણ ન પકડી શકે એવી તૈયારી સાથે જઈશું. 

કથીરિયાએ જાહેર મંચથી જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં કહેવત છે કે માના દૂધને પડકાર ફેકે અને કોઈ ગાળો આપે તે કોઈ ન ખાય, ગોળી ખાઈ લે. ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું. હવે ગાડીઓમાં નુકસાન તો શું એક કાર્યકરનો કોલર પણ પકડી ન શકે તેવી તૈયારી હશે.

ગોંડલના પ્રવાસ દરમિયાન અલ્પેશ કથીરિયાએ જયરાજસિંહ જાડેજાના નિવાસ સ્થાન (ઘર) પાસેથી નીકળવાનું ટાળતા ગણેશ ગોંડલે ટોણો માર્યો હતો કે, અલ્પેશ કથીરિયા મેદાન છોડીને ભાગી ગયો છે. ત્યારે ગણેશ જાડેજા અને જયરાજસિંહે કરેલ નિવેદન મુદ્દે અલ્પેશ કથીરિયા પણ જવાબ આપતા કહ્યું હતું કે, ગોંડલમાં કોઈ આવી ન શકે તેવી વાત હતી અમે આવીને બતાવ્યું. સાથે હજુ આવનાર દિવસોમાં ગોંડલ આવીશું. તેમજ ગણેશ ગોંડલને પણ જાટ પરિવારે કહ્યું હતું તો ફરીને બતાવે અમે કરીને બતાવ્યું. ગણેશ જાડેજાના ભયના લીધે જ ગોંડલમાં ડરનો માહોલ છે, જેથી ગાડીઓની તોડફોડ કરવી, કાફલો રોકવો, લોકોને રોકવા, એટલે ગોંડલ મિર્ઝાપુર સાબિત થઈ રહ્યું છે, અને અમે ગોંડલ છોડીને નથી ભાગ્યા, અમારે જ્યાં ફરવાનું હતું ત્યાં અમે ફર્યા છીએ. જયરાજસિંહના સર્ટીફિકેટની અમારે કોઈ જરૂર નથી. અમારે જાન જોડાવી, અણવર બનવું તે સમયે નક્કી કરીશું, સાથે જ જયરાજસિંહને ચૂંટણી લડવા માટે નીતિ નિયમોને આધીન ચૂંટણી લડી નથી શક્તા, અને કોને ચૂંટણી લડાવી તે નક્કી નથી કરી શક્તા, અને અમારે ચૂંટણી કઈ રીતે લડવી અને વડીલોના આશીર્વાદ લઈને નક્કી કરીશું. સમગ્ર બબાલ બાબતે ભાજપ હાઇકમાન્ડ બધું જોયું છે, ગોંડલ કઈ રીતે મિર્ઝાપુર બન્યું. 

ધોળકા નગરપાલિકામાં રાજકીય હડકંપ, ભાજપના 12 કાઉન્સિલરોએ એકસાથે રાજીનામા આપ્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More