Alpesh Kathiriya condemns statement of Raj Thackeray: રાજ ઠાકરેએ સરદાર પટેલનું અપમાન કરતાં ગુજરાતમાં ભારે આક્રોશ ફેલાયો છે. રાજ ઠાકરેના નિવેદન પર ગુજરાતભરમાં આક્રોશ છે, ત્યારે પાટીદાર આગેવાન અને ભાજપ નેતા અલ્પેશ કથીરિયાએ રાજ ઠાકરે પર નિશાન તાક્યું છે. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે રાજ ઠાકરે ગુજરાતીઓ અને સરદાર પટેલ સામે જાહેરમાં બોલ્યા છે. હવે જાહેરમાં જ લોકોની માફી માગે રાજ ઠાકરે. રાજ ઠાકરે ગુજરાતી-મરાઠીઓને લડાવવાનું કામ કરે છે. અત્યાર સુધી MNSનું અસ્તિત્વ નથી, હવે ઉભા થતા સરદાર પટેલનું અપમાન કરી રહ્યા છે.
એશિયા કપને લઈને મોટા સમાચાર, BCCI આ કારણોસર કરશે ટુર્નામેન્ટનો બહિષ્કાર !
હિંદી ભાષાનો વિવાદ છેડીને રાજકીય રોટલા શેકવા નીકળેલા રાજ ઠાકરેએ હવે ગુજરાતીઓનો વિરોધ શરૂ કર્યો છે. તેમણે મુંબઈની જનસભામાં સરદાર પટેલ પર નિશાન સાધતાં કહ્યું કે વલ્લભભાઈને અમે લોહપુરુષ માનતા હતા. પરંતુ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનો દાવ કોનો હતો? તેમણે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માગતા હતા. આ સાથે જ ઠાકરેએ બફાટ કરતાં કહ્યું કે, આ ગુજરાતીઓની પહેલેથી જ મુંબઈ પર નજર છે. આ નિવેદન બાદ પાટીદાર આગેવાન અને ભાજપ નેતા અલ્પેશ કથીરિયાએ રાજ ઠાકરેને આડે હાથ લીધા હતા.
પાટીદાર નેતા અને ભાજપના નેતા અલ્પેશ કથીરીયા રાજ ઠાકરેના નિવેદન લઇને આક્રમક મુડમાં દેખાયા હતા. તેમણે કહ્યું ક જે રીતે જાહેરમાં ગુજરાતીઓ અને સરદાર વિષે બોલ્યા છે તે રીતે જાહેરમા માફી માંગે રાજ ઠાકરે. ગુજરાતી અને મરાઠીને લડાવાનું કામ હાલ ચાલી રહ્યું છે. દેશ અને દેશના લોકોનું અપમાન કરી રહ્યા છે. રાજ ઠાકરેની પાર્ટીને કોઇ અસ્તિત્વ નથી તે ઉભા કરવાના પ્રયાસ સરદારનું અપમાન કરી રહ્યા છે. ભાષાને લઇને પહેલા ગુજરાતી લોકોને અને હવે મહાનુભવોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
વોટબેંકની રાજનીતિમાં સાવ નીચલી પાયરી પર ઉતરી ગયેલા રાજ ઠાકરેએ ગુજરાતી વેપારીઓ અને ગુજરાતી નેતાઓ પર નિશાન સાધ્યું છે. તેમણે ગુજરાતના સપૂત અને પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈનું પણ અપમાન કર્યું છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં જ્યારે જ્યારે આંદોલન થયાં ત્યારે મોરારજી દેસાઈએ મરાઠીઓને બંદૂકની ગોળીએ ઠાર મરાવ્યા હતા. વોટ માટે ઠાકરે બંધુઓ કઈ હદે પ્રાંતવાદની ગંદી રાજનીતિ કરીને લોકોને વિભાજીત કરી રહ્યા છે તે જુઓ...
40 વર્ષ પછી પણ શરીર રહેશે એકદમ ફીટ અને સ્લીમ, બસ 5-5 મિનિટ માટે કરો આ 6 યોગાસન
આ ઠાકરે બંધુઓ વોટ બેંક માટે કઈ હદે નીચલી પાયરીએ ઉતરી ગયા છે. ઠાકરે બંધુઓ જરા કાન ખોલીને સાંભળી લે... ગુજરાતીઓના અપમાનની વાત આવશે ત્યારે ZEE 24 કલાક હંમેશાં અવાજ ઉઠાવશે અને તમારા બફાટનો ખુલ્લેઆમ વિરોધ કરશે. મનસે પ્રમુખ રાજ ઠાકરે તમને કેમ ગુજરાતીઓની ઈર્ષ્યા થાય છે? કેમ ગુજરાતીઓની પ્રગતિ ઠાકરે બંધુઓથી સહન થતી નથી? ઠાકરે બંધુઓ યાદ રાખે આ ગુજરાતીઓ છે... પથ્થરને પાટુ મારીને આ ગુજરાતીઓ પાણી કાઢી શકે છે. એટલે તમારી વાણીને સંભાળીને વાપરજો. તમારી રાજનીતિ તમને મુબારક. ઠાકરે કાન ખોલીને સાંભળી લે...મહારાષ્ટ્રથી મુંબઈ છીનવાઈ રહ્યું નથી. મહારાષ્ટ્ર અને મુંબઈમાંથી તમારી રાજનીતિ ખતમ થઈ રહી છે. એક સમય એવો આવશે કે તમારી પાર્ટી અને તમે નામશેષ થઈ જશો. કોઈ ભાવ નહીં પૂછે. આ ગુજરાત છે. ગુજરાતે હંમેશાં બહારના લોકોને આવકાર્યા છે.
અદાણી ગ્રુપ આ ગુજરાતી કંપનીમાં પોતાનો હિસ્સો વેચી નિકળી ગયું બહાર, જાણો
ઈરાનથી પારસીઓ ગુજરાત આવ્યા તો ગુજરાતે તેમને આવકાર્યા હતા. પોલેન્ડથી શરણાર્થી બાળકો આવ્યાં તો જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીએ તેમને આવકાર્યા હતાં. અને આજે ગુજરાતના દરેક ઉદ્યોગમાં દેશનાં તમામ રાજ્યોના લોકો કામ કરે છે તેમને પણ ગુજરાતે આવકાર્યા છે. એટલે ગુજરાતીઓ સામે બફાટ કરવાનું રહેવા દો રાજ ઠાકરે. આ ગુજરાત છે...ગુજરાતીઓ મર્યાદામાં રહે છે એનો મતલબ હરગીઝ એવો ના કરતા કે ગુજરાતીઓ ડરે છે. ગુજરાતીઓએ જ આ દેશને આઝાદી અપાવી હતી અને ગુજરાતીઓના કારણે જ દેશમાં લોકશાહીની સ્થાપના થઈ અને અમારા જ પ્રતાપે તમે વાણી સ્વાતંત્ર્યના અધિકારના નામે બફાટ કરી રહ્યા છો. એટલે યાદ રાખજો. આ ગાંધીનું ગુજરાત છે. તો આ સરદારનું પણ ગુજરાત છે. ગુજરાત તમને ક્યારેય માફ નહીં કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે