અમદાવાદ : કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલાના વિરોધમાં એક દિવસના ઉપવાસ પર બેઠેલા અલ્પેશ ઠાકોરે પારણા કરી લીધા છે. અલ્પેશ ઠાકોરે પરપ્રાંતીય દિકરીઓના હાથે પારણા કર્યાં છે. અલ્પેશને સમર્થન આપવા માટે કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યાં હતા. આ દરમિયાન વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના સંબોધમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર પરપ્રાંતીય પર થઈ રહેલા હુમલાના વિરોધમાં આજથી સદભાવના ઉપવાસ પર બેસવાના છે. ત્યારે ઉપવાસ પર બેસતા પહેલા અલ્પેશ ઠાકોરે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં અલ્પેશ ઠાકોરે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય અલ્પેશ ઠાકોર સહિતના લોકોએ ગાંધી આશ્રમ ખાતે રામધુન બોલાવી હતી.
I am doing 'Sadbhavna Upvas' because the image my Gujarat is being maligned.There is no place for violence in Gujarat. No body was attacked here, the environment has been vitiated due to social media.We neither support regionalism nor will take it forward: Alpesh Thakor, Congress pic.twitter.com/ORWm6uChBs
— ANI (@ANI) October 11, 2018
નોંધનીય છે કે 28 સપ્ટેમ્બરના રોજ હિંમતનગરના ઢુંઢેરમાં 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે બિહારના રહેવાસી રવિન્દ્ર સાહુ નામની એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જે બાળકીનો બળાત્કાર થયો હતો તે ઠાકોર સમુદાયની હતી. આ ઘટનાને લઇને ઠાકોર સમુદાયમાં ભારે નારાજગી છે પરંતુ કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કર્યું હતું કે લોકો પર હુમલા કોઇએ ઘડેલા કાવતરાનું પરિણામ છે.
અલ્પેશ ઠાકોરના ભાષણની હાઇલાઇટ્સ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે