Home> Gujarat
Advertisement
Prev
Next

અંબાજી: ઇતિહાસમાં પહેલીવાર ભાદરવો છતા મંદિર સુમસામ, ઓનલાઇન દર્શનની વ્યવસ્થા

ભાદરવી પૂનમના મેળાનું આજે ચોથો દિવસ છે, પણ ચાલુ વર્ષે મેળો સરકારે રદ્દ કરતા મંદિર પરીસર સુમસામ જોવા મળી રહ્યુ છે. જો કે અંબાજી મેળા દરમ્યાન આવતા લાખો શ્રદ્ધાળુઓને માતાજીના દર્શનથી વંચિત ન રહી જાય તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ માધ્યમો દ્વારા ઓનલાઇન દર્શન કરાવવાની વ્યવસ્થા કરી છે. મેળાના પ્રથમ દિવસથી લોકોની સુખાકારી અને કોરોનાના વિનાશ માટે મંદિર પરીસરમાં વિશાળ સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે હોમ હવન સતત સાત દિવસ સુધી ચાલશે સાથે વિશ્વના કલ્યાણ અર્થે નિજ મંદિરમાં મંદિરના બ્રાહ્મણો  સતત ચંડીપાઠ કરી રહ્યા છે. 

અંબાજી: ઇતિહાસમાં પહેલીવાર ભાદરવો છતા મંદિર સુમસામ, ઓનલાઇન દર્શનની વ્યવસ્થા

પરખ અગ્રવાલ/અંબાજી: ભાદરવી પૂનમના મેળાનું આજે ચોથો દિવસ છે, પણ ચાલુ વર્ષે મેળો સરકારે રદ્દ કરતા મંદિર પરીસર સુમસામ જોવા મળી રહ્યુ છે. જો કે અંબાજી મેળા દરમ્યાન આવતા લાખો શ્રદ્ધાળુઓને માતાજીના દર્શનથી વંચિત ન રહી જાય તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ માધ્યમો દ્વારા ઓનલાઇન દર્શન કરાવવાની વ્યવસ્થા કરી છે. મેળાના પ્રથમ દિવસથી લોકોની સુખાકારી અને કોરોનાના વિનાશ માટે મંદિર પરીસરમાં વિશાળ સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે હોમ હવન સતત સાત દિવસ સુધી ચાલશે સાથે વિશ્વના કલ્યાણ અર્થે નિજ મંદિરમાં મંદિરના બ્રાહ્મણો  સતત ચંડીપાઠ કરી રહ્યા છે. 

fallbacks

2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘાડંબર, નરોડામાં 2 ઇંચ વરસાદ

અંબાજી મંદિર પરિસરમાં અંબેના જય અંબેના નાદથી ગુંજી ઉઠતુ હતું, ત્યા આજે સમગ્ર મંદિર પરીસર બ્રાહ્મણોના મંત્રોચારથી ગુંજી રહ્યુ છે.  અંબાજી મંદિરમાં ગત વર્ષે ભરેલા ભાદરવી પૂનમના મેળામાં મેળાના ચોથા દિવસ સુધીમાં અંબાના દર્શનનો લાભ લીધો હતો. જો કે ચાલુ વર્ષે મંદિરે કરેલી online darshan વ્યવસ્થામાં ચાર દિવસમાં ૨૦ લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ મંદિર પરિસરમાં ચાલી રહેલી વિવિધ ધાર્મિક ક્રિયાઓ સહિતમાંની આરતી અને ગોખના દર્શનનો લાભ લઇ રહ્યા છે. 

ગોંડલની ગોંડલી નદીમાં ફસાયેલા 32 લોકોને ફાયરબ્રિગેડે કાઢ્યા બહાર

ઓનલાઇન દર્શન માત્ર ભારત જ નહીં પણ દુનિયાના 50 પરાત દેશમાં વસતા ભક્તો ઓનલાઇન દર્શનનો લાભ લઇ રહ્યા છે. અંબાજી મંદિરમાં  કોઈ મૂર્તિ પૂજા કરાતી નથી પણ  યંત્ર સ્વરૂપે પૂજાતા માતાજીના સ્વરૂપને શણગાર કરેલા છે. આ માતાજીના શણગારનો કોઈપણ ફોટો બજારમાં વેચાતું નથી કે કોઈ શ્રદ્ધાળું માતાજીનાનો ફોટો પાડી શકતો ન હતો પણ આ કોરોનાની મહામારીને લઇ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ કરેલા નિર્ણય મુજબ નિજ મંદિર ગોખના દર્શન પણ ઓનલાઇન કરવામાં આવી રહ્યા છે અને જેનો ભક્તો ભરપૂર લાભ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More