Home> Gujarat
Advertisement
Prev
Next

અંબાજી : મંગળા આરતીમાં દર્શન કરીને મુખ્યમંત્રીએ ભાદરવી પૂનમના મહામેળાને ખુલ્લો મૂક્યો

ભાદરવી પૂનમના જગવિખ્યાત મેળાની આજથી રંગેચંગે શરૂઆત થશે. આદ્યશક્તિ મા અંબાનાં અંદાજે 30 લાખ ભક્તો દર્શન કરવા અંબાજીમાં પહોંચશે. ત્યારે સીએમ વિજય રૂપાણી મેળાને ખુલ્લો મૂક્યો હતો. લોકમેળાને ખુલ્લો મૂકતા પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની સાથે અંબાજી મંદિર પહોંચ્યા હતા. તેમણે પત્ની અંજલીબેન રૂપાણી સાથે માતાજીની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રી શ્રીફળ વધેરીને માતાજીના રથને પ્રસ્થાન કરાવીને મહામેળાનો વિધીવત પ્રારંભ કરાવ્યો. આ સાથે જ અપંગ, અશક્ત, દિવ્યાંગો માટે મેળા દરમિયાન ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક બસ સેવાનો પણ પ્રારંભ કરાવ્યો હતો.  

અંબાજી : મંગળા આરતીમાં દર્શન કરીને મુખ્યમંત્રીએ ભાદરવી પૂનમના મહામેળાને ખુલ્લો મૂક્યો

પરખ અગ્રવાલ/બનાસકાંઠા :ભાદરવી પૂનમના જગવિખ્યાત મેળાની આજથી રંગેચંગે શરૂઆત થશે. આદ્યશક્તિ મા અંબાનાં અંદાજે 30 લાખ ભક્તો દર્શન કરવા અંબાજીમાં પહોંચશે. ત્યારે સીએમ વિજય રૂપાણી મેળાને ખુલ્લો મૂક્યો હતો. લોકમેળાને ખુલ્લો મૂકતા પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની સાથે અંબાજી મંદિર પહોંચ્યા હતા. તેમણે પત્ની અંજલીબેન રૂપાણી સાથે માતાજીની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રી શ્રીફળ વધેરીને માતાજીના રથને પ્રસ્થાન કરાવીને મહામેળાનો વિધીવત પ્રારંભ કરાવ્યો. આ સાથે જ અપંગ, અશક્ત, દિવ્યાંગો માટે મેળા દરમિયાન ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક બસ સેવાનો પણ પ્રારંભ કરાવ્યો હતો.  

fallbacks

જામનગરમાં ભારે વરસાદ, મોડી રાત્રે સસોઈ ડેમ છલકાતા લોકો હરખાયા 

અંબાજી જતા તમામ માર્ગો ભક્તિથી છલકાયા 
અંબાજી તરફ જવાના માર્ગે હાલ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. સમગ્ર માર્ગ ભક્તિમય બની ગયા છે. ભાદરવી પૂનમના મેળાને પગલે મંદિરને લાઈટથી શણગારવામાં આવ્યું છે. તો મા અંબાના ચાચર ચોકને પણ ભવ્ય શણગાર કરાયો છે. જેને કારણે સાંજ બાદ અનોખો નજારો સર્જાઈ રહ્યો છે. આવો માહોલ હવે સતત સાત દિવસ સુધી અરવલ્લીની ગિરીમાળાઓમાં જોવા મળશે. 

વહેલી સવારથી જ ભક્તો માં અંબેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં અંબાજી મંદિરમાં ઉમટી પડ્યા છે. દૂર દૂરથી ભક્તો પગપાળા અંબાજી આવી રહ્યા છે. આ મેળો 8 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર સુધી ચાલશે. સાત દિવસ ચાલનારા આ મેળામાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર અંબાજી શહેરને cctv કેમેરાથી સજ્જ કરાયું છે. મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે.

fallbacks

મંદિરની વેબસાઈટ પર લાઈવ દર્શન
મા અંબાના ભક્તો દેશવિદેશ સુધી ફેલાયેલા છે. ત્યારે છેવાડે રહેતા ભક્તોને પણ મા અંબાના દર્શનનો ભાદરવી પૂનમના સમયે લ્હાવો મળી રહે તે માટે અંબાજી મંદિરની વેબસાઈટ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. વેસકાસ્ટિંગ દ્વારા દુનિયાભરમાં રહેતા ભક્તો ઘરે બેસીને પોતાના કમ્પ્યૂટર થકી મહામેળાના દર્શન કરી શકશે. 

fallbacks

યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થનાર છે, જેને લઇ થી અંબાજી વિસ્તારની સાત જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં મિની વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. અંબાજી પંથકની સાત જેટલી શાળાઓ અંબાજી મેળા દરમિયાન આવતા સુરક્ષા કર્મીઓને રહેવા માટેની સુવિધા પૂરી પાડવા માટે આ શાળાનો ઉપયોગ કરાતો હોવાથી શૈક્ષણિક સંસ્થાઓમાં રજા પાડી દેવામાં આવી છે. જોકે અંબાજી પંથકમા ભરાનાર આ મેળામાં લાખોની સંખ્યામાં યાત્રિકોના ઘસારો હોવાથી વાલીઓ પણ નાના બાળકોને શાળાઓમાં મોકલતા હોતા નથી. જ્યારે સુરક્ષાકર્મી ઓ ને રહેવા માટેની પૂરતી સગવડતા ન હોવાથી આ શૈક્ષણિક સંસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના માટે શિક્ષણ અધિકારી દ્વારા પણ એક પરિપત્ર જાહેર કરીને આ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી શાળાઓને મેળાના કામ માટે સોંપી દેવામાં આવે છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More