Gujarat Weather Forecast : એક નહિ, બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે ગુજરાતમા ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, 29 સપ્ટેબરથી મહારાષ્ટ્રના ભાગોમાં એક સિસ્ટમ બનવાની સંભાવના છે. આ સિસ્ટમ 29 અને 30 તારીખે વધુ મજબુત બનશે. જેનાથી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસાવી શકે છે. તો દરિયા કિનારા ભાગોમાં 60થી 65 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
હવામાન વિભાગના આંકડા કહે છે કે, દેશમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. બે મજબૂત સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે ફરીથી દેશના 60 ટકા ભાગમાં વરસાદ જોવા મળશે. દેશમાં નવરાત્રિ પહેલા ભારે વરસાદની શક્યતા છે.
અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બની, આ તારીખથી ગુજરાતમાં ફરી અતિભારે વરસાદનો રાઉન્ડ આવશે
દેશમાં ચોમાસું વિદાય પહેલા ફરી એકવાર સક્રિય થયુ છે. ઉત્તર ભારથી એક વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ પસાર થયું, જેનાથી પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદ નોંધાયો, તો બીજું બંગાળની ખાડીમાં સર્જાયેલું ઓછા દબાણનું ક્ષેત્ર સાઈક્લોનિક સરક્યુલેશનના રૂપમાં આગળ વધ્યું છે.
આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી
આજે રવિવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, અમેરલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે રાજ્યના 71 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સુરેન્દ્રનગરના ચુડામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ વરસ્યો. તો બોટાદ શહેરમાં 3 ઈંચ વરસાદ, રાજકોટના ગોંડલમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, અમરેલીના રાજુલામાં 2 ઈંચ વરસાદ, અરવલ્લીના બાયડમાં 2 ઈંચ વરસાદ, સુરેન્દ્રનગરના લીંબડીમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો. આ ઉપરાંત ડોલવણ, ધંધુકા, ગઢડા, રાણપુરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો. ડેડિયાપાડા, બાલાસિનોર, જેસરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો. વાંસદા, ગોંડલ, સવા ઈંચ વરસાદ અને સંખેડા, આહવામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો.
બાળકની માનતા પૂરી થતા ડીસાથી ભક્ત દંડવત પ્રણામ કરતા મા અંબાના ધામ પહોંચ્યા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે