Home> Gujarat
Advertisement
Prev
Next

અંબાલાલ પટેલની સપ્ટેમ્બરમાં વરસાદને લઇ આગાહી, ગુજરાતમાં ચોમાસું સીઝન પૂરી થઈ ગયાનો લોકોમાં ડર

Gujarat Weather Forecast : ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી...આજથી 31 ઓગસ્ટ સુધી હળવા વરસાદી ઝાપટાની શક્યતા... સપ્ટેમ્બર મહિનામાં ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડશે... 13 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી ગરમીનો અહેસાસ થશે

અંબાલાલ પટેલની સપ્ટેમ્બરમાં વરસાદને લઇ આગાહી, ગુજરાતમાં ચોમાસું સીઝન પૂરી થઈ ગયાનો લોકોમાં ડર

Ambalal Patel Monsoon Prediction : ઓગસ્ટ મહિનો કોરો રહ્યો બાદ લોકોને સપ્ટેમ્બરમાં વરસાદની આશા બંધાઈ હતી. પરંતુ લોકોની આ આશા ઠગારી નીવડનારી છે. કારણે કે, આખા સપ્ટેમ્બરમાં છુટાછવાયા વરસાદ સિવાય વરસાદની કોઈ આગાહી નથી. વાતાવરણમાં ફરી ગરમીનો મારો શરૂ થઈ ગયો છે. આવામાં લોકોને એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે, શુ ગુજરાતમાં ચોમાસું સીઝન પૂરી થઈ ગઈ છે. શું હવે વરસાદ નહિ આવે. ત્યારે આ ડર વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પર એક નજર કરી લેવા જેવી છે.

fallbacks

સપ્ટેમ્બરના બીજા સપ્તાહ બાદ ગરમી વધશે 
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી વરસાદની આગાહી કરી છે. તેમના અનુસાર, સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. જેથી બીજા સપ્તાહમાં સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. 13 અને 14 સપ્ટેમ્બરે અરબ સાગરમાં હવાનું દબાણ ઉભું થવાની શક્યતા છે. જોકે સપ્ટેમ્બરના બીજા સપ્તાહ બાદ ગરમીના પ્રમાણમાં પણ વધારો થઇ શકે છે.

ગુજરાતીઓને વતન નહિ વિદેશ ગમે છે, જુલાઈ મહિનામાં આટલા લાખ લોકો વિદેશ ગયા

આગામી છ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી 
હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના કેટલાક ‌જિલ્લાને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. નર્મદા, નવસારી, સુરત, ડાંગ, તાપી અને દમણમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે, જ્યારે બે દિવસ બાદ અહીં વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. અલ નીનોની અસરના કારણે સારા વરસાદની હજુ પણ રાહ જોવી પડશે. આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સૂકાં રહેવાની સંભાવના છે. આ દરમિયાન નોર્થ ગુજરાત પણ સૂકું રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.

સ્ત્રીઓના દર્શનની લાઈનમાં સ્ત્રીઓ જ હોવી જોઈએ, ડાકોર VIP દર્શનનો વધુ એક વિરોધ

 

 

હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ હતુ કે, કચ્છમાં આગામી સાત દિવસ વરસાદની શક્યતા નહિવત છે. ત્યાંનું વાતાવરણ શુષ્ક રહેશે. વરસાદને લઈને હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. આગામી સમયમાં વાતાવરણમાં ભેજ ઘટતા તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. અમદાવાદમાં આજે 34.5 ડિગ્રી તાપમાન છે. હાલ રાજ્યમાં 94.5 ટકા વરસાદ પડ્યો છે.

2004ના મંત્ર સાથે 2024માં ભાજપને પડકાર ફેંકશે કોંગ્રેસ, આ નેતાએ સંભાળ્યુ ગુજરાત મિશન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More