Home> Gujarat
Advertisement
Prev
Next

ઠંડી બાદ અંબાલાલ કાકાએ કરી ગરમીની આગાહી, આ ઉનાળો કેવો જશે તે કહ્યું...

Summer Alert By Ambalal Patel : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સચોટ આગાહી માટે પ્રખ્યાત છે, તેમણે આ વર્ષે ગરમી કેવી પડશે તેની આગાહી કરી
 

ઠંડી બાદ અંબાલાલ કાકાએ કરી ગરમીની આગાહી, આ ઉનાળો કેવો જશે તે કહ્યું...

Summer Alert સપના શર્મા/અમદાવાદ : આ વર્ષે ઠંડીએ ગુજરાતીઓના ભુક્કા બોલાવી દીધા. વર્ષો બાદ ગુજરાતીઓએ આવી કાતિલ ઠંડી અનુભવી છે. ત્યારે માંડ હવે ઠંડીથી રાહત મળી છે. પરંતુ જો તમે વિચારતા હશો કે, હવે ઉનાળો સારો જાય તો સારું, તો તમે ખોટા છે. કારણ કે આ વર્ષે  ઉનાળો આકરો બની રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ કડકડતી ઠંડી બાદ હવે ઉનાળાની આગાહી કરી છે. 

fallbacks

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, 2023 નો ઉનાળો આકરો બની રહેશે. તેની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. 13 ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે. આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 19-20 ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે. મહત્તમ તાપમાન  એ સમયે 37 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો આ બાદ માવઠાની પણ આગાહી કરાઈ છે. 

આ પણ વાંચો : 

બિલ્ડરોને CM ઓફિસનો ધક્કો પડ્યો કે મળી સફળતા, જાણી લો ભૂપેન્દ્ર પટેલે શું આપ્યો જવાબ

ભૂકંપને પગલે તુર્કી અને સીરિયામાં તબાહી, 360 લોકોનાં મોત અને 1000 ઘાયલ

અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું કે, તારીખ 22-26 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની શક્યતા છે. રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. 26 એપ્રિલથી 45 ડિગ્રી ઉપર તાપમાન રહેવાની શક્યતા છે. તો ગરમ પવનો વધવાની પણ શક્યતા છે. 

હાલ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં ઠંડીનુ પ્રમાણ ઓછું થયું છે અને ગરમીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું કે, હાલ રાજ્યમાં તાપમાન વધતાં ગરમીનો એહસાસ થયો છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગરમીમાં વધારો થયો છે. અમદાવાદમાં 13.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 11.4 ડિગ્રી અને નલિયામાં 16.3 ડિગ્રી પારો પહોંચ્યો છે. ફેબ્રુઆરીના મધ્યમાં સીઝનની ઠંડીનો વધુ એક રાઉન્ડ બાકી છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 26.8 ડિગ્રી તાપમાન છે. 

આ પણ વાંચો : 

પ્રોપર્ટી ખરીદવાનો પ્લાન કરતા ગુજરાતીઓ માટે માઠા સમાચાર.... હવે ઘર મોંઘુ પડશે

અમદાવાદીઓ બરાબરના ભેરવાયા! વેરામાં રૂપિયા 600થી 1000નો થઈ શકે છે વધારો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More