Gujarat Politics : ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની છે. આવું અમે નહિ, પરંતું જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વાતાવરણની સાથે સાથે ગુજરાતના રાજકારણની આગાહી કરી છે.
ગુજરાત અને દેશના રાજકારણમાં મોટા ફેરફારો થઈ શકે તેવી જ્યોતિષ અંબાલાલ પટેલની નવી આગાહી છે. સાથે જ ગુજરાતમાં રાજકીય રીતે ફેબ્રુઆરી માસ દરમિયાન મોટી ચહલ પહલ અને આયા રામ ગયા રામની રાજનીતિ થશે તેવી ભવિષ્યવાણી પણ કરી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર કે રાજ્ય સરકારને મોટી અસર નહીં થાય પણ આંતરિક અસંતોષ રાજકીય પક્ષોમાં ઊભો થશે. ગુજરાતમાં પણ આંતરિક ખેંચતાણ ચરમ સીમાએ પહોંચે.
અંબાલાલ પટેલની આ રાજકીય આગાહી એવા સમયે આવી જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે. અત્યારથી જ પક્ષપલટાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં શું થશે તે તો સમય આવ્યે જ ખબર પડશે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં મોટી ઉથલપાથલની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ફરી પાછી ઠંડી આવશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી શકે છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં મોટો પલટો આવશે. ખેડૂતો માટે આ સમયગાળો સાવચેતી રૂપ હોવાનું તેમણે જણાવ્યું. સાથે જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાંચ mm થી લઈને એક ઇંચ સુધી વરસાદ થઈ શકે છે તેવું કહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે