Home> Gujarat
Advertisement
Prev
Next

આવનારો સમય હજું પણ ખરાબ! અંબાલાલે કરી યુદ્ધની આગાહી; હાલમાં ગ્રહોની સ્થિતિ ખરાબ

Ambalal Patel Prediction: અંબાલાલ પટેલ હવામાન અંગેની સચોટ આગાહીઓ માટે જાણીતા છે. અંબાલાલ પટેલે ફરી એકવાર હવામાનની નહીં, પરંતુ દેશમાં ચાલી રહેલા સાંપ્રત પ્રવાહની આગાહી કરીને ખળભળાટ મચાવી દીધો છે. હાલ પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ અંબાલાલની આગાહી પર સૌ કોઈ વિચારતું થઈ ગયું છે.

આવનારો સમય હજું પણ ખરાબ! અંબાલાલે કરી યુદ્ધની આગાહી; હાલમાં ગ્રહોની સ્થિતિ ખરાબ

Ambalal Prediction: ગુજરાતમાં ભૂકંપની સચોટ આગાહી કરનાર આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સાચી પડી છે. જી હા...અંબાલાલ પટેલે આજથી 15 દિવસ પહેલા જ આતંકી હુમલો થવાની આગાહી કરી હતી. જે આખરે સાચી પડી ગઈ છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે દેશમાં આતંકવાદી પ્રવૃતિઓ વધશે, બોર્ડર પર હલચલ થશે. ભારતીય સીમાઓ સાચવવી પડશે. આ બધી આગાહીઓ કરીને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. તમને જણાવી દઈએ કે આજથી 15 દિવસ પહેલા અંબાલાલ પટેલે ગ્રહો અને નક્ષત્રોની ચાલ જોઈને આતંકી હુમલાની આગાહી કરી હતી.

fallbacks

અંબાલાલ પટેલને હાલની સ્થિતિ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ તો કઈ નથી, દેશમાં આવનારો સમય આનાથી પણ ખરાબ આવશે. આ સાથે જ આગાહીકાર અંબાલાલ પટેલે યુદ્ધની આગાહી કરી દીધી છે. 

અનિષ્ટ ગ્રહોના કારણે બોંબ વિસ્ફોટ જેવી ઘટના બની શકે છે: અંબાલાલ
પાકિસ્તાનની સરહદો પર વણસતી સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે એક ભયાનક સ્થિતિના અણસાર આપીને ખળભળાટ મચાવી દીધો છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે સરકારે સરહદો સાચવવાની રહેશે. આગામી 19 મે સુધી ગ્રહ દશાના કારણે હજૂ પર સ્થિતિ સાચવવાની રહેશે. પાકિસ્તાનના બલુચીસ્તાનથી ઉત્તર ભારતની સરહદો સાચવવાની રહેશે. ગુજરાતની પાકિસ્તાન સાથેની સરહદો સાચવવાની રહેશે. દરિયાઈ સિમા પર અસરો બની રહી શકે છે. ગ્રહદશાના કારણે સરહદો પર આતંકી હુમલાની ઘટનાઓ બની શકે છે. આતંકી પ્રવૃત્તિના કારણે હજૂ પણ મોટી અસરો થઈ શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, ઓગસ્ટ માસમાં પણ એસપી બની શકે છે. અનિષ્ટ ગ્રહોના કારણે બોંબ વિસ્ફોટ જેવી ઘટના બની શકે છે. રાજનેતાઓના ગ્રહોની પણ અસર બની શકે છે.

ભારતીય સીમાઓ સાચવવી પડે તેવી નોબત આવશે
તમને યાદ અપાવી દઈએ કે અંબાલાલ પટેલે થોડા સમય પહેલાં આગાહી કરી હતી કે 5 ગ્રહો એકત્રિત થવાના કારણે 19 મે પહેલા આસુરી તત્વોનો ઉદય થવાની શક્યતાઓ રહેશે. જેનાથી આતંકવાદી પ્રવૃત્તિ વધે. ભારતીય સીમાઓ સાચવવી પડે તેવી નોબત આવશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સંભાળવું પડશે. ખરેખર આ આગાહી સાચી પડતી લાગી રહી છે.

અંબાલાલની એ ભવિષ્યવાણીઓ સાબિત થઈ રહી છે સાચી
બીજી બાજુ તેમણે કહ્યું હતું કે ભારતીય સીમાઓ સાચવવી પડે, તો હાલ પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરી રહ્યું છે, જેનો ભારતે મુંહતોડ જવાબ આપ્યો છે. આ સ્થિતિને જોતા ખરેખર તેમની એ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ રહી છે. 

અંબાલાલે કહ્યું હતું કે આતંકવાદી પ્રવૃતિઓ વધે...
દેશ અને ગુજરાતમાં રાજકારણની દ્રષ્ટિએ આગામી સમય કેવો રહેશે તેના સંકેત અંબાલાલ પટેલે થોડાક મહિનાઓ પહેલા જ આપી દીધા હતા. ગ્રહોની સ્થિતિ અનુસાર આ આગાહી કરાઈ હતી. ગ્રહો અને નક્ષત્રોની ચાલ જોઈને તેઓ રાજકારણમાં કેવી હલચલ થશે તેની ભવિષ્યવાણી કરી હતી. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના જીવ જતા રહ્યા છે, ત્યારે અંબાલાલની એ આગાહી યાદ આવી રહી છે. અંબાલાલે કહ્યું હતું કે આતંકવાદી પ્રવૃતિઓ વધે, જે હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે. 

ભારત કંઈક નવાજૂની કરવાના મૂડમાં
એટલું જ નહીં, હાલ પાકિસ્તાનની હરકતોથી ભારત સરકાર એક્શન મોડમાં આવી ગયું છે. તો જોતા અંબાલાલે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે સંભાળવું પડશે, એ વાત પણ સાચી સાબિત થઈ છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સરકારમાં સ્થિરતા રહેશે, પરંતુ તેમાં કઈ નવીનતમ સુધારા આવી શકે છે. 29 માર્ચ થી 19મી મે વચ્ચે કેન્દ્ર સરકારમાં પણ સ્થિરતા રહેશે. પણ કંઈ નવાજૂની બની શકે છે. આ આગાહીના પગલે હાલ ભારતમાં જે હાલ બની રહ્યા છે, તે જોતા એવું ચોક્કસ લાગે છે કે ભારત કઈક નવાજૂની કરવાના મૂડમાં છે.

મીનનો શનિ ભારે આફત લાવશે, પવનની ગતિ રહેશે
ગ્રહોની સ્થિતિ જોઈને અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વખતે મીનનો શનિ છે એટલે 15 જૂન પેહલા ભારે પવનના તોફાનો, ભારે આંધી વંટોળ, દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શક્યતાઓ રહેશે. લગભગ 10 મેં બાદ કાચા મકાનના છાપરાઓ ઉડે તેવી શક્યતાઓ છે. રાજ્યમાં કાચા મકાનના પતરા ઉડશે. 25 એપ્રિલથી હવાનું દબાણ ઘટશે. વાવાઝોડોનો ખતરો મંડરાઈ રહ્યો છે, કાળઝાળ ગરમી પડી રહી છે. આ વખતે મે માસમાં બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતાઓ રહેશે. 10 મી મેથી અને 15 જૂન પહેલા અરબી સમુદ્રમાં પણ ચક્રવાત થવાની શક્યતાઓ રહેશે. આ વર્ષે 15 જૂન પહેલા તો મીન રાશિના શનિના કારણે પવનની ગતિ વધુ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More