ઝી મીડિયા/બ્યૂરો :હવામાન ખાતાએ આપેલી આગાહી મુજબ, ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં 200 ટકા તો ક્યાંક 100 ટકાથી વધુ વરસાદ (heavy rain) વરસી ચૂક્યો છે. આવામાં અનેક જિલ્લાઓમાં વરસાદી પાણીએ તબાહી સર્જી છે. અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદ ના કારણે ક્યાંક ખરીફ પાક માં નુકશાની ના એહેવાલ આવી રહ્યા છે. આવામાં ગુજરાતીઓ માટે વરસાદ મામલે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન ખાતા પાસેથી મળેલી માહિતી મુજબ, વરસાદી સિસ્ટમ ગુજરાત પરથી ફંટાઇ રહી છે. જેથી હવે વરસાદની તીવ્રતા ઘટશે. પરંતુ 29 ઓગસ્ટના રોજ ફરી વરસાદની આગાહી છે. અત્યાર સુધી સીઝનનો 106.78 ટકા વરસાદ ગુજરાતમાં વરસી ચૂક્યો છે.
તો બીજી તરફ, જાણીતા ખગોળશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે. તેઓએ જણાવ્યું કે, રાજ્યમાં આવતીકાલે 26 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે. તો 28 ઓગસ્ટથી ફરી રાજ્યમાં વરસાદી ઝાપટા આવશે. તેઓએ 29 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે તેવું કહ્યું છે. જે 3 સપ્ટેમ્બર સુધી રાજ્ના અલગ અલગ વિસ્તારમાં વરસાદનું જોર રહેશે. રાજસ્થાનના પશ્વિમ ભાગ અને દક્ષિણ ભાગમાં વરસાદના પગલે ઉત્તર ગુજરાતના જળાશયોમાં પાણીની આવક થશે.
તેમણે કહ્યું કે, 4 ઓગસ્ટના રોજ દરિયા કાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. ત્રણ દિવસના વિરામ બાદ 7 સપ્ટેમ્બરથી વરસાદી ઝાપટાની શરૂઆત થશે. 7 થી 12 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદી ઝાપટાની શક્યતા છે. તો સપ્ટેમ્બર માસમાં પણ ઓગસ્ટના જેમ ભારે વરસાદ વરસી શકે છે. જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદના પગલે સાબરમતી નદીનો જળસ્ત્રોત વધી શકવાની શક્યતા છે. જેથી સાબરમતી નદી બે કાંઠે વહેતી થઇ શકે છે. તો આ ઉપરાંત સપ્ટેમ્બર માસના અંતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. પાંચ ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદનુ વાતાવરણ રહેશે. આમ, ચોમાસુ રાજ્યમાંથી મોડુ વિદાય લેશે.
ગુજરાતના મહત્વના સમાચાર :
પાલખના 20 હતા, 80 થયા... વરસાદે શાકભાજીના ભાવોને આસમાને પહોંચાડ્યા
પાટણમાં વરસાદનો કહેર, ધોળકડા ગામ સંપર્ક વિહાણુ બન્યું
24 કલાકમાં 5 વાર જામનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ફફડાટ ફેલાયો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે