Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતની મુલાકાતે ઉઝબેકિસ્તાનના એમ્બેસેડર, આ ક્ષેત્રે રોકાણ કરવા અંગે કરી મહત્વની ચર્ચા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) આજે ગાંધીનગરમાં ભારત ખાતેના ઉઝબેકિસ્તાનના એમ્બેસેડર યુત ડિશોલ્ડ આખતોવે સૌજન્ય સાથે મુલાકાત કરી હતી

ગુજરાતની મુલાકાતે ઉઝબેકિસ્તાનના એમ્બેસેડર, આ ક્ષેત્રે રોકાણ કરવા અંગે કરી મહત્વની ચર્ચા

હિતલ પારેખ/ ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) આજે ગાંધીનગરમાં ભારત ખાતેના ઉઝબેકિસ્તાનના એમ્બેસેડર યુત ડિશોલ્ડ આખતોવે સૌજન્ય સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત અને ઉઝબેકિસ્તાનના (Uzbekistan) સંબોધોને વધુ મજબૂત બનાવવા ઉપર ભાર મૂકતાં કહ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાતમાં (Vibrant Gujarat) પણ ઉઝબેકિસ્તાન ગુજરાતનું પાર્ટનર કન્ટ્રી રહ્યું છે.

fallbacks

નવેમ્બર 2019 માં ગુજરાતના પ્રતિનિધિ મંડળે ઉઝબેકિસ્તાનની (Uzbekistan) મુલાકાત લીધી હતી. તે વખતે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોની અને ઉદ્યોગપતિઓના ડેલિગેશને કૃષિ, મેન્યુફેક્ચરિંગ, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં આગળ વધવા રસ દાખવ્યો હતો પણ કોરોના મહામારીને કારણે આપણે આગળ વધી શક્યા નથી.

આ પણ વાંચો:- અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબિબો આક્રમક મૂડમાં, 300 થી વધુ ડોક્ટરોએ બંધ કરી કોવિડ ડ્યૂટી

તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાત એ રિન્યુએબલ એનર્જી, ઈ-વાહનો અને સ્માર્ટ સિટી ક્ષેત્રે રોકાણ દેશમાં અગ્રેસ છે અને આવનારા સમયમાં તેઓ વધુ રોકાણ કરવામાં આવશે. જેના ભાગરૂપે કચ્છમાં 30,000 મેગાવોટ વીજળી ઉત્પાદન વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક સ્થાપવા જઈ રહ્યા છે.

કોરોનાના સમયમાં ભારતના કુલ FDI ના 53 ટકા FDI ગુજરાતમાં આવ્યું છે અને હજી પણ વિદેશી રોકાણ ગુજરાતમાં આવી રહ્યું છે. ગુજરાતે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રાધાન્ય આપવા નવી ઔદ્યોગિક નીતિ 2020 અને નવી સોલાર નીતિ જાહેર કરી છે.

આ પણ વાંચો:- સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના દર્દીની મદદે આવ્યા, સુરતવાસીઓ માટે કર્યો આ સંક્લપ

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની પરિસ્થિતિ હળવી થતા જ બંને વચ્ચે વેપાર તેમજ રોકાણ વધે તે માટે કામગીરી ઝડપથી આગળ વધે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે. ઉઝબેકિસ્તાનના એમ્બેસેડર યુત ડિશોલ્ડે ગુજરાતમાં IT, ફાર્મા, મેડીકલ, કૃષિ અને શિક્ષણ જેવા ક્ષેત્રે રોકાણ માટે માહિતી મેળવી ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે નવેમ્બર 2019 ની તેમની ઉઝબેકિસ્તાનની સફળ મુલાકાત પણ યાદ કરી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે યુત ડિશોલ્ડ આખતોવને સ્મૃતિ ચિન્હ ભેટ આપ્યું હતું. જ્યારે મુખ્યમંત્રીને ઉઝબેકિસ્તાનના એમ્બેસેડરે સમરકંદ શહેરનું સ્મૃતિ ચિન્હ ભેટ આપીને ઉઝબેકિસ્તાન મુલાકાતની યાદો તાજી કરી હતી.

આ પણ વાંચો:- પાકિસ્તાનમાં બેસેલા ISI ના આકાઓએ અમદાવાદમાં આગ લગાડી, નવા આતંકી મોડ્યુલનો પર્દાફાશ

આ મુલાકાત પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, ઇન્ડેક્ષ-બીના એમડી નીલમ રાની સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More