Home> Gujarat
Advertisement
Prev
Next

આગ લાગ્યા બાદ કૂવો ખોદવા નીકળ્યું AMCનું તંત્ર, કેમિકલ બ્લાસ્ટ દુર્ઘટના બાદ 6 એકમ સીલ કર્યાં

આગ લાગ્યા બાદ કૂવો ખોદવા નીકળ્યું AMCનું તંત્ર, કેમિકલ બ્લાસ્ટ દુર્ઘટના બાદ 6 એકમ સીલ કર્યાં
  • અમદાવાદ કેમિકલ બ્લાસ્ટ દુર્ઘટનામાં 12 લોકોના મોત નિપજ્યા છે, જેના બાદ એએમસી તંત્ર સફાળુ જાગ્યું.
  • અધિક મુખ્ય સચિવે કેટલાક દિશા નિર્દેશ આપ્યા હતા. ત્યારે આજે ચેકિંગ કરીને સિલિંગની કાર્યવાહી કરાઈ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદના પિપળજ કેમિકલ બ્લાસ્ટ દુર્ઘટના મામલામાં એએમસી એક્શનમાં આવ્યું છે. AMC વિભાગે તાબડતોડ ગોડાઉન સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, આગ લાગ્યા બાદ કૂવો ખોદવા નીકળવાની સરકારી તંત્રની આદત છે. એએમસીના અધિકારીઓ અમદાવાદના વિવિધ વેરહાઉસમા જઈને ચેકિંગ કરી રહી છે કે, ત્યાં બરાબર છે કે નહિ. ત્યારે એએમસી દ્વારા નિષ્કાળજી દાખવતા 6 યુનિટ સીલ કરવામા આવ્યા છે. 

fallbacks

fallbacks

6 યુનિટ સીલ કર્યાં  
ગઈકાલે અધિક મુખ્ય સચિવે કેટલાક દિશા નિર્દેશ આપ્યા હતા. ત્યારે આજે ચેકિંગ કરીને સિલિંગની કાર્યવાહી કરાઈ હતી. પીપળજ કેમિકલ બ્લાસ્ટ દુર્ઘટના બાદ એએમસીનું તંત્ર સફાળુ જાગ્યું છે. એએમસી દ્વારા દક્ષિણ ઝોનની ટીમ દ્વારા વિવિધ વેરહાઉસમા રેડ પાડીને ચેકિંગ કરાયું હતું. જેના બાદ 6 યુનિટને સીલ કરાયા છે. 

fallbacks

કોને કોને સીલ મરાયા
રાણીપુર પાટિયા નજીક કેમિકલના 2 યુનિટ સીલ મરાયા. અંકિતા ટેક્સટાઈલ નામના બે ગોડાઉન અને પ્રોસેસ હાઉસ સીલ કરાયા છે. શાહ વેરહાઉસને પણ સીલ કરવામાં આવ્યું છે. આ તમામ એકમોમાંથી વિવિધ પ્રકારના જ્વલનશીલ રસાયણો મળી આવ્યા છે. અનેક પ્રકારના કેમિકલ અને પાવડરનો વિશાળ જથ્થો મળી આવ્યો છે. હાઇડ્રોજન પેરોક્સાઈડ, પોટેશિયમ, સોડિયમ હેક્સામેટ સહિતના રસાયણનો મોટો જથ્થો મળી આવ્યો છે. તો વિવિધ પ્રકારના કેમિકલ ભરેલા સેંકડો ડ્રમ પણ મળી આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More