Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોના લૉકડાઉન વચ્ચે એએમસીએ શરૂ કર્યાં વિકાસલક્ષી કામો

કોરોના વાયરસના કેસો અને લૉકડાઉન વચ્ચે અમદાવાદ મહાનગર પાલિકાએ પણ વિવિધ વિકાસલક્ષી કામો કરવાની શરૂઆત કરી દીધી છે. 
 

કોરોના લૉકડાઉન વચ્ચે એએમસીએ શરૂ કર્યાં વિકાસલક્ષી કામો

અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ અમદાવાદમાં નોંધાયા છે. અત્યાર સુધી જિલ્લામાં 7171 જેટલા કેસો સામે આવ્યા છે. તો ગઈકાલથી શહેરમાં ફરી જીવન જરૂરીયાતની વસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. લૉકડાઉનમાં આંશિક છૂટછાટો મળતા લોકો પણ રસ્તાઓ પર જોવા મળી રહ્યાં છે. આમ કોરોનાની સ્થિતિ વચ્ચે શહેર ફરી ધબકતું થઈ રહ્યું છે. આ વચ્ચે અમદાવાદ મહાનગર પાલિકાએ પણ વિવિધ વિકાસલક્ષી કાર્યોની પણ શરૂઆત કરી દીધી છે. 

fallbacks

Amc દ્વારા પણ શરૂ કરાયા વિવિધ વિકાસલક્ષી કામો
કોરોના વાયરસ અને લૉકડાઉન વચ્ચે અમદાવાદ મહાનગર પાલિકા પણ સતત સક્રિય છે. હવે શહેરમાં મનપા દ્વારા વિકાસલક્ષી કામોની પણ શરૂઆત કરવામાં આવી છે. શહેરમાં વિવિધ સ્થળે ડ્રેનેજ, પાણીની લાઇનના 34 જેટલા કામો શરૂ કરવામાં આવ્યો છે. તો હાલ 1200 કરોડ રૂપિયાના ટેન્ડરના કામો પણ પ્રગતિમાં છે. તો એએમસીએ પ્રિ-મોનસૂન કામગીરી પણ શરૂ કરી છે. શહેરમાં કેચપિટ સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. આમ મનપા દ્વારા આગામી દિવસોમાં વિકાસ કાર્યોને વધુ ગતિ આપવામાં આવશે. 

એસવીપી હોસ્પિટલમાં વધુ ત્રણ ડોક્ટરો બન્યા કોરોના વાયરસનો શિકાર

ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા
રાજ્યભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 હજારને નજીક પહોંચી છે. જેમાં 4035 લોકો સારવાર બાદ સાજા થયા છે તો 606 લોકોના મૃત્યુ પણ થયા છે. માત્ર અમદાવાદ જિલ્લામાં 7171 કેસ નોંધાયા છે. તો 479 લોકોના મૃત્યુ પણ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More