Home> Gujarat
Advertisement
Prev
Next

પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત; નહીં માનો તો ઘર અને ઓફિસના નળ-ગટરના કનેક્શન કપાશે

AMC News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાલતુ શ્વાન (પેટ ડોગ) રાખતા માલિકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હવેથી પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને તેની અંતિમ તારીખ 31 મે નક્કી કરવામાં આવી છે. જે માલિકો આ સમયમર્યાદામાં પોતાના શ્વાનનું રજિસ્ટ્રેશન નહીં કરાવે, તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત; નહીં માનો તો ઘર અને ઓફિસના નળ-ગટરના કનેક્શન કપાશે

Ahmdabad News: અમદાવાદના હાથીજણમાં ચાર મહિનાના બાળકી પર કુતરાના હુમલાથી મોત મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવી ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીમાં એક ચર્ચા થઈ છે. રાજ્ય સરકારની કેબિનેટ બાદ એએમસીની સમિતિમાં પણ ચર્ચા કરવામાં આવી છે. 

fallbacks

આ પાણી પીતા ચેતી જજો! ગુજરાતમાં ક્યાં મિનરલના નામે વેચાઈ રહ્યું છે 'મોતનું પાણી'?

એએસમી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ ડોગ્સ રજિસ્ટ્રેશન ફરિજીયાત કરવું પડશે. સમય મર્યાદામાં અનુસાર નોંધણી થશે નહીં તો કાર્યવાહી થશે. જી હા...એએમસી ચેરમેને જણાવ્યું છે કે શ્વાનનું રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો શિક્ષાત્મક કાર્યવાહીમાં ગટર , નળ કનેક્શન કાપી નખાશે. જરૂર લાગશે તો શિક્ષાત્મક કાર્યવાહી પણ કરાશે. રજીસ્ટ્રેશન નહીં હોય તે ડોગ્સ શેલ્ટર હોમમાં મુકાશે. 

વીજળીના કડાકા ભડાકા સાથે જેતપુરમાં તૂટી પડ્યો વરસાદ; રાજકોટના આ વિસ્તારોમાં ધોધમાર

શ્વાન રાખતા માલિકો માટે મહત્વપૂર્ણ જાહેરાત
શહેરમાં પાલતુ શ્વાન (પેટ ડોગ) રાખતા માલિકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હવેથી પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને તેની અંતિમ તારીખ 31 મે નક્કી કરવામાં આવી છે. જે માલિકો આ સમયમર્યાદામાં પોતાના શ્વાનનું રજિસ્ટ્રેશન નહીં કરાવે, તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

અમિત શાહ આવશે ગુજરાત; પલ્લવ બ્રિજનું લોકાર્પણ સહિત ગાંધીનગર-અમદાવાદને મળશે અનેક ભેટ

ગટર , નળ કનેક્શન કપાશે...
31 મે સુધીમાં પાલતુ શ્વાનની નોંધણી ન કરનાર માલિકોના પાણી અને ગટર કનેક્શન કાપી નાખવામાં આવશે. આ નિર્ણય શ્વાન માલિકોને ફરજિયાત નોંધણી કરાવવા માટે ગંભીરતાથી વિચારવા મજબૂર કરશે. આ નિયમનો ભંગ કરનાર પેટ ડોગ માલિકો માટે AMC દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં પાલતુ શ્વાનોની ગણતરી રાખવાનો, તેમની આરોગ્ય સ્થિતિ પર નજર રાખવાનો અને રખડતા શ્વાનોના પ્રશ્નને અંકુશમાં લેવામાં મદદ કરવાનો છે. શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે તેઓ સમયસર પોતાના પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવીને દંડથી બચી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More