Home> Gujarat
Advertisement
Prev
Next

પિતા ઘરે પરત ન ફરતાં અમેરિકામાં બેઠેલા બાળકોએ iPhone વડે અમદાવાદનું લોકેશન ટ્રેક કર્યું અને પછી...

10 નવેમ્બરના રોજ અમદાવાદના બોપલના MICAમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા બાદ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હવે એક વૃદ્ધ પ્રોપર્ટી ડીલરની હત્યા કરવામાં આવી છે અને તેનું માથું કાપી નાખવામાં આવ્યું છે.

પિતા ઘરે પરત ન ફરતાં અમેરિકામાં બેઠેલા બાળકોએ iPhone વડે અમદાવાદનું લોકેશન ટ્રેક કર્યું અને પછી...

ઝી બ્યુરો/અમદાવાદ: અમેરિકાના બાળકોએ તેમના આઇફોનને ટ્રેક કરીને પિતાનું લોકેશન શોધી કાઢ્યું. સવારે જ્યારે પરિવારજનો બાળકો દ્વારા આપેલા સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમને ત્યાં દીપક પટેલનો મૃતદેહ મળ્યો હતો. હત્યારાએ દીપક પટેલનું માથું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. આસપાસનો વિસ્તાર પણ લોહીથી લાલ થઈ ગયો હતો.

fallbacks

ટોયલેટ સીટ પર 10 મિનિટથી વધારે બેસવાની આદત છે? તો સુધારી દેજો! નહીં તો આ રોગ થયો તો

10 નવેમ્બરના રોજ અમદાવાદના બોપલના MICAમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા બાદ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હવે એક વૃદ્ધ પ્રોપર્ટી ડીલરની હત્યા કરવામાં આવી છે અને તેનું માથું કાપી નાખવામાં આવ્યું છે. બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

2025માં રાહુ-કેતુ કરશે ગોચર, આ 3 રાશિઓની કિસ્મત લખશે કુબેર, શરૂ થશે ગોલ્ડન ટાઈમ

અમદાવાદના બોપલના ગરોડિયા ગામ પાસે 65 વર્ષીય પ્રોપર્ટી ડીલર દીપક પટેલની લાશ મળી આવી હતી. દીપક ગઈકાલે બપોરે ઘરેથી થોડા સમય પછી પરત આવવાનું કહીને નીકળ્યો હતો. પરંતુ કેટલાંક કલાકો બાદ પણ તેઓ રાત સુધી ઘરે પરત ન ફરતાં અને તેમનો સંપર્ક ન થતાં દીપક પટેલની પત્નીએ અમેરિકામાં રહેતા તેમના બાળકોને જાણ કરી હતી.

દરરોજ કરો આ 5 ઇન્ડોર એક્સરસાઇઝ, કિડની અને લિવરમાંથી આપોઆપ નીકળી જશે ગંદકી

હત્યારાએ માથું કાપી નાખ્યું
અમેરિકાના બાળકોએ તેમના આઇફોનને ટ્રેક કરીને તેમના પિતાનું લોકેશન શોધી કાઢ્યું. સવારે જ્યારે પરિવારજનો બાળકો દ્વારા જણાવવામાં આવેલા સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમને ત્યાં દીપક પટેલનો મૃતદેહ મળ્યો હતો. હત્યારાએ દીપક પટેલનું માથું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. આસપાસનો વિસ્તાર પણ લોહીથી લાલ થઈ ગયો હતો.

2025માં શનિ અને શુક્ર ગોચરથી આ જાતકોના સિતારા ચમકશે, મળશે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા

પોલીસ તપાસમાં જોડાઈ
બોપલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બીટી ગોહિલે જણાવ્યું હતું કે, 'ગરોડિયા ગામ નજીક એક વૃદ્ધની લાશ મળી હોવાની માહિતી મળ્યા બાદ હત્યા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. શંકાસ્પદ લોકોની પૂછપરછ ચાલુ છે. એફએસએલ ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે.

વૃશ્ચિક રાશિમાં 'ગ્રહોના રાજા'એ કર્યો પ્રવેશ, આ 4 રાશિઓની ચમકશે કિસ્મત

હત્યારાએ મૃતકના માથા પર અનેક વાર કરીને હત્યા કરી હતી. દીપક પટેલ પ્રોપર્ટી ડીલિંગ સાથે સંકળાયેલા હતા. તેની હત્યા શા માટે કરવામાં આવી અને કોણે કરી તેની તપાસ હાલમાં ચાલી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More