Home> Gujarat
Advertisement
Prev
Next

અમેરિકન વકીલે લીધી અમદાવાદ પ્લેન દુર્ઘટના સ્થળની મુલાકાત, હવે આગળ આ કાર્યવાહી કરશે

Ahmedabad Plane Crash : અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝ પ્લેન ક્રેશ સ્થળની મુલાકાતે પહોંચ્યા. એવિએશન-લીગલ ટીમ પણ સાઈટ પર પહોંચી, સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું
 

અમેરિકન વકીલે લીધી અમદાવાદ પ્લેન દુર્ઘટના સ્થળની મુલાકાત, હવે આગળ આ કાર્યવાહી કરશે

Air India Plane Crash : અમદાવાદમાં સર્જાયેલ પ્લેન ક્રેશનો મામલમાં પીડિત પરિવારોએ અમેરિકન વકીલ માઈક એન્ડ્રુઝની વકીલ તરીકે નિમણૂં કરી છે. ત્યારે લંડનના વકીલે પ્લેન ક્રેશ સ્થળની મુલાકાત લીધી હતી. 80 પરિજનોએ લડત આપવા કરેલી અરજી પર વકીલે ઘટના સ્થળની મુલાકાત કરી. તેઓ પરિજનો સાથે મળી હવાઈ કંપની સામે લડત આપશે. વકીલ માઇક એન્ડ્રેવસે સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું. 

fallbacks

અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝ સુરત અને દીવ બાદ અમદાવાદ પહોંચ્યા છે. તેઓ આજથી 13 ઓગસ્ટ સુધી વકીલ અમદાવાદની હયાત હોટેલમાં રોકાશે. તેઓ 15 ઓગસ્ટ અમેરિકા પરત ફરશે.

યુએસ લૉ ફર્મ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના કેસમાં CVR અને FDR ડેટા મેળવવા ગુજરાત કોર્ટમાં અરજી કરશે. વકીલ ડી. માઈકલ એન્ડ્ર્યુઝે કહ્યું કે, અમારી કાનૂની ફર્મની વિશેષજ્ઞ ટીમ આ ડેટાનું વિશ્લેષણ કરશે અને પછી યુએસ ફેડરલ કોર્ટમાં બોઇંગ સામે કેસ દાખલ કરશે. 

પ્રખ્યાત અમેરિકન કાનૂની ફર્મ બીઝલી એલેન (Beasley Allen) ના મુખ્ય વકીલ અને વિમાની દુર્ઘટનાના વકીલ ડી. માઈકલ એન્ડ્ર્યુઝ (માઈક), જેમણે અમદાવાદમાં એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના ઘટના દિવસે મારેલા ઓછામાં ઓછા 65 પરિવારજનોનું પ્રતિનિધિત્વ સંભાળ્યું છે, તેઓ શનિવારે સુરત પહોંચ્યા હતા અને ત્યાંથી એકમાત્ર જીવિત બચેલા વિશ્વાશ કુમાર રમેશને મળવા માટે દમણ ગયા હતા.

કેજરીવાલે ગુજરાતમાં એક્ટિવ કર્યું પોતાનું મિશન, ચૂંટણી પહેલા માર્યો માસ્ટર સ્ટ્રોક

એન્ડ્ર્યુઝે કહ્યું કે તેમની કાનૂની ફર્મ ગુજરાત કોર્ટમાં અરજી દાખલ કરશે, જેથી Cockpit Voice Recorder (CVR) અને Flight Data Recorder (FDR) ના સંપૂર્ણ ડેટાની નકલ મળી શકે. તેમણે કહ્યું, “આ ડેટાનું વિશ્લેષણ કર્યા પછી અમે યુએસ ફેડરલ કોર્ટમાં બોઇંગ સામે કેસ દાખલ કરીશું.”

12 જૂનના રોજ, એર ઈન્ડિયાની લંડન-ગેટવિક જતી Boeing વિમાની દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 અને જમીન પર 19 લોકોનાં મોત થયા હતા. દુર્ઘટનાથી બચનાર એકમાત્ર વ્યકિત દીવના રહેવાસી બ્રિટિશ નાગરિક વિશ્વાશ કુમાર રમેશ છે. દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ શિકાર થયા હતા.

એન્ડ્ર્યુઝે અગાઉ પણ, ઇથોપિયન એરલાઇન્સની 2019માં થયેલી Boeing 737 MAX વિમાની દુર્ઘટના જેવી ઘટનાઓમાં પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે કહ્યું કે "વિમાન દુર્ઘટનાઓની ન્યાયિક કાર્યવાહી માટે ભારતમાં તેમનો પહેલો કેસ હશે."

રૂમ પાર્ટનર પૈસાદાર હોવાથી 3 મિત્રોએ ખંડણીનો પ્લાન બનાવ્યો, ખતરનાક મર્ડર મિસ્ટ્રી

તેમણે કહ્યું કે, "મૃતદેહોની ઓળખમાં થયેલી ભુલ અત્યંત દુ:ખદ છે. મારી 20 વર્ષની કરિયરમાં, ક્યારેય એવું નહીં બન્યું હોય જ્યાં પીડિતના પરિવારજનોને ખોટા અવશેષો આપવામાં આવ્યા હોય. અમે ભારત સરકારની તપાસ એજન્સીઓ દ્વારા એકત્રિત CVR અને FDR ડેટાના નમૂનાઓ મેળવવા માટે કોર્ટમાં અરજી કરીશું. 

તેમણે સ્પષ્ટ કર્યું:
FDR બતાવશે કે શું થયું
CVR જણાવી શકે છે કે કેમ થયું

તેમણે કહ્યું કે ડેટા દ્વારા કોકપિટની અવાજો, એલાર્મ, બીપ, પાઇલટની વાતચીત વગેરેની વિગત મળશે, જેને તેમની ટેકનિકલ ટીમ વિશ્લેષણ કરીને કોકપિટમાં દુર્ઘટનાના સમયે શું બન્યું તેની પુનર્રચના કરશે.

“અમે યુનાઇટેડ કિંગડમની કાનૂની ટીમો સાથે પણ સંપર્કમાં છીએ, જે મોન્ટ્રિયલ સંમિતિ હેઠળ ક્લેમ્સ માટે મદદ કરશે. યુકેની એર એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્રાંચના એક ટુકડીએ પહેલાની તપાસ પણ કરી છે.”

મોન્ટ્રિયલ સંમતિમાં વિમાન દુર્ઘટનાના કેસમાં એરલાઇનની જવાબદારી નક્કી થાય છે, જેમાં મુસાફરનું મૃત્યુ કે ઈજા, માલસામાનની હાની કે વિલંબ સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે।

અંતે, એન્ડ્ર્યુઝે જણાવ્યું કે તેઓ દીવના એકમાત્ર જીવિત બચેલા વ્યક્તિ વિશ્વાશ સાથે મળવા માટે ઉત્સુક છે અને તેમના પરિવારને કાયદેસર અને માનસિક સહાય પૂરી પાડવામાં રસ ધરાવે છે. તેઓ દીવના અન્ય પીડિત પરિવારો સાથે પણ મુલાકાત કરશે.

આજથી 7 મહિના બંધ રહેશે અમદાવાદનો આ બ્રિજ, આ વાહનો નહિ કરી શકે અવરજવર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More