Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં રૂપાલા જ રહેશે! ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે રૂપાલાએ ફોર્મ ભર્યું, જાહેરમાં રાજપૂતોને કહી એક વાત

Parsottam Rupala : ભારે વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા હતા... ઉમેદવારી પહેલા રાજકોટમાં રૂપાલાનું જંગી શક્તિપ્રદર્શન... રોડ શોમાં મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો... આખરે રૂપાલાએ રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભર્યું
 

રાજકોટમાં રૂપાલા જ રહેશે! ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે રૂપાલાએ ફોર્મ ભર્યું, જાહેરમાં રાજપૂતોને કહી એક વાત

Gujarat Poltics : આખરે રાજકોટ લોકસભાથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી દીધી છે. તમામ અટકળો અને વિવાદો પર પૂર્ણ વિરામ મુકીને પરશોત્તમ રૂપાલાએ ફોર્મ ભરીને નામાંકન દાખલ કરી દીધું છે. રાજકોટમાં રંગેચંગે રેલી અને સભા કરીને પરશોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું. રાજકોટમાં રૂપાલાની જંગી રેલીનું આયોજન થયું. જેમાં પૂર્વ રાજ્યાલ, પૂર્વ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓ જોડાયા. આ બાદ એક સભાનું આયોજન થયું. જેમાં સ્ટેજ પર ભાજપના મોટા નેતાઓની સાથે રાજ્યસભા સાંસદો, ધારાસભ્યોની સાથે ક્ષત્રિય નેતાઓ જોવા મળ્યા. ફોર્મ ભરતા પહેલા રૂપાલાએ ક્ષત્રિય સમાજને સ્ટેજ પરથી અપીલ કરી કે, તેમના સમાજના સાથનું જરૂરી છે.પ્રચંડ જનસમર્થન સાથે રૂપાલા ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. 

fallbacks

ક્ષત્રિય સમાજના સાથ સહકારની જરૂર છે
વિજય મુહૂર્ત પહેલા રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. રૂપાલાની ઉમેદવારી કરતા સમયે રાજકોટ ભાજપના લગભગ તમામ મોટા અને નાના ચહેરા જોવા મળ્યા હતા. તો સાથે જ સંતો પણ રૂપાલાને આર્શીવાદ આપવા પહોચ્યા હતા. આ ઉપરાંત ક્ષત્રિય સમાજના કેટલાક અગ્રણીઓની હાજરી પણ રૂપાલાની સભામાં જોવા મળી હતી. જેઓ રૂપાલાને સમર્થન આપી રહ્યા છે તેવુ સ્પષ્ટ જોવા મળ્યું હતું. રાજકોટનાં બહુમાળી ચોક ખાતે સભા સંબોધી કહ્યું હતું કે, ભાજપ જે વાયદાઓ કરે છે તે પુરા કરે છે, ક્ષત્રિય સમાજના સાથ સહકારની જરૂર છે. 

હું તો લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલાએ ફોર્મ ભર્યું, હજ્જારોનું સમર્થન મળ્યું

રૂપાલાએ કહ્યું હતું કે, આ મંત્ર પર તમામ લોકો મને આર્શીવાદ આપવા આવ્યા છે. રાજકોટના કાર્યકર્તા, મતદારો, તમે સૌ જે ઉમળકા, ઉત્સાહથી મને આર્શીવાદ આપવા પહોંચ્યા તે માટે નત મસ્તક થઈને આભાર માનું છું. તમે અહીથી જઈને આખા મલકમાં મને મત આપવાનું અભિયાન ચલાવજો એવી વિનંતી છે. રાજકોટના જિલ્લાના આગેવાનોએ સમગ્ર વિસ્તારનો મારો પ્રવાસ કરાવી દીધો છે. લોકોની વચ્ચે મને સંપર્ક કરાવવા આભાર. 

19 સુધીમાં રૂપાલા ફોર્મ પરત નહીં ખેંચે તો 20 તારીખ બાદ આંદોલન પાર્ટ ટુ આવશે
તો રૂપાલાના ઉમેદવારી ફોર્મ ભરવા અંગે ક્ષત્રિય સમાજના આગેવાન પી ટી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમા કહ્યું કે, ગઈકાલે રાત્રિના 12:00 થી 2 વાગ્યા સુધી મુખ્યમંત્રના બંગલે મિટિંગ મળી હતી. ત્રણ વખત માફી માંગ્યા છતાં પણ સમાજ કેમ માફ નથી કરતો. ક્ષત્રિય સમાજ કહે તો વધુ એક વખત માફી માંગે. મીટિંગમાં એક જ અવાજ હતો કે ઉમેદવારી રદ કરવામાં આવે. અમારી આગળ પાછળ કોઈ નથી અમે કોઈના હાથા બન્યા નથી. ક્ષત્રિય સમાજ રૂપાલાને મદદ કરવાના હોય તો નામ જણાવે કે કોણ મદદ કરશે? કોર કમિટી ભાજપની બી ટીમ હોય તો ગઈકાલે મળેલી બેઠકમાં સમાધાનની વાત સ્વીકારી હોત. 19 સુધીમાં રૂપાલા ફોર્મ પરત નહીં ખેંચે તો 20 તારીખ બાદ આંદોલન પાર્ટ ટુ આવશે. પરસોતમભાઈ અને સરકારની જીદ છે કે તેમનું ફોર્મ ભરાવવું. પરસોત્તમ રૂપાલાની માફી સમાજને મંજૂર નથી. આ આંદોલન સ્વયંભૂ છે મારા કહેવાથી સમાપ્ત થતું નથી.

ઉત્તરમાં ગેની, સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બેન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More