Home> Gujarat
Advertisement
Prev
Next

'મામાના ઘરે હવે શ્રીખંડ-પુરી ખાવા નહીં મળે'; સીંગતેલમાં ફરી થયો વધારો, જાણો છેલ્લા ત્રણ દિવસમાં કેટલો વધારો નોંધાયો

સીંગતેલમાં ભાવમાં સતત તેજી જોવા મળી છે. કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં 50 થી 60 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. તો તેને પગલે પામ ઓઇલ સનફ્લાવર ઓઇલ સહિતના સાઈડ તેલમાં પણ 40થી 50 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

'મામાના ઘરે હવે શ્રીખંડ-પુરી ખાવા નહીં મળે'; સીંગતેલમાં ફરી થયો વધારો, જાણો છેલ્લા ત્રણ દિવસમાં કેટલો વધારો નોંધાયો

ઝી બ્યુરો/રાજકોટ: ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે સીંગતેલમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ત્રણ દિવસમાં સીંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 100નો વધારો નોંધાયો છે. સીંગતેલ ડબ્બાના ભાવ 2860થી 2910 થયા છે. લગ્નસરા સીઝનની ઇફેક્ટ ભાવવધારા માટે કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. સાઈડતેલોના ભાવમાં વધારા કોઈ મોટો તફાવત જોવા મળ્યો નથી.

fallbacks

અમદાવાદમાં કાલથી 5 દિવસ ઓરેન્જ એલર્ટ;કામ વગર બહાર નીકળશો તો મર્યા, AMCનો મોટો નિર્ણય

સીંગતેલનો ડબ્બાનો ભાવ 2860 થી 2910 થયા
સીંગતેલમાં ભાવમાં સતત તેજી જોવા મળી છે. કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં 50 થી 60 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. તો તેને પગલે પામ ઓઇલ સનફ્લાવર ઓઇલ સહિતના સાઈડ તેલમાં પણ 40થી 50 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સીંગતેલના ભાવમાં 100નો વધારો જોવા મળ્યો છે. પામ તેલના ડબ્બાનો ભાવ 1525થી 1530 રૂપિયા પહોંચી ગયો છે. સનફ્લાવર તેલના ડબ્બાના 1620થી 1660 થઈ ગયા છે. મગફળી, કપાસની ઓછી આવક માવઠા સહિતના કારણો આગળ ધરી ખાદ્યતેલોના ભાવમાં ધરખમ ઉછાળો જોવા મળ્યો છે. 

ગેંગસ્ટર લોરેન્સ જેલ હવાલે; નલિયા કોર્ટનો મોટો નિર્ણય, જાણો કેમ લવાશે સાબરમતી જેલમાં

તેલીયા રાજાઓનું કહેવું છે કે મગફળી કપાસની હાલ યાર્ડમાં ઓછી આવક છે. તેમજ હાલમાં જે કમોસમી વરસાદ પડ્યો છે. તેના કારણે ઉનાળુ પાકને પણ અસર પહોંચી છે. જે સહિતના કારણો આગળ ધરી ખાદ્યતેલોમાં ફરી એક વખત આગ ઝરતી તેજી જોવા મળી રહી છે.

વિશાળ ક્રૂઝમાં બેસવા મુંબઈ કે ગોવા જવાની જરૂર નથી, અ'વાદીઓ હવે ઘરઆંગણે માણી શકશે મજા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More