Home> Gujarat
Advertisement
Prev
Next

સરપંચની ચૂંટણીની ઘર્ષણ! રસ્તો ઓળંગવા બાબતે બે જૂથ સામસામે, બે રાઉન્ડ ફાયરિંગ

અમદાવાદ જિલ્લાના બાવળા નજીકના અમીપુરા ગામમાં થયેલા ઝઘડામાં બે રાઉન્ડ ફાયરિંગ, મારામારી સહિતનો બનાવ બનવા પામ્યો છે. જેના કારણે ગામમાં સન્નાટો થઈ જવા પામ્યો છે. એક જ ગામના બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે તકરાર થતા ઉગ્ર ઘર્ષણ થયું હતું.

સરપંચની ચૂંટણીની ઘર્ષણ! રસ્તો ઓળંગવા બાબતે બે જૂથ સામસામે, બે રાઉન્ડ ફાયરિંગ

ઉદય રંજન/અમદાવાદ: બાવળા નજીકના અમીપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ કરી બે રાઉન્ડ ફાયરિંગનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. રસ્તો ઓળંગવા બાબતે અને સરપંચની ચૂંટણીની અદાવતમાં ઘર્ષણ થયું હોવાનું ખુલ્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે બંને પક્ષે ફરિયાદ કરી ઉપસરપંચ સહિત 18 આરોપીની ધરપકડ કરી છે. 

fallbacks

ફરી કેમ વડોદરાવાસીઓ મુકાયા આકાશી આફતના ઓછાયામાં? જાણો હકીકત દર્શાવતો આ રિપોર્ટ

અમદાવાદ જિલ્લાના બાવળા નજીકના અમીપુરા ગામમાં થયેલા ઝઘડામાં બે રાઉન્ડ ફાયરિંગ, મારામારી સહિતનો બનાવ બનવા પામ્યો છે. જેના કારણે ગામમાં સન્નાટો થઈ જવા પામ્યો છે. એક જ ગામના બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે તકરાર થતા ઉગ્ર ઘર્ષણ થયું હતું. ફરિયાદની વાત કરીએ તો અમીપુરા ગામમાં સરપંચની ચૂંટણી ને લઈને બે પક્ષો વચ્ચે મનભેદ ચાલતું હતું. 

સમગ્ર ગુજરાતમાં આકાશી આફત! બીજા રાઉન્ડમાં મેઘરાજાએ ગુજરાતના કયા જિલ્લાઓને ઘમરોળ્યા?

આ દરમિયાન 28 જુલાઈની સાંજે સુરેશ પટેલ નામના વ્યક્તિ પોતાની ક્રેટા ગાડી લઈને નાનોદરા ગામેથી પરત અમીપુર ગામ આવી રહ્યા હતા, ત્યારે ભૂપેન્દ્ર ઉર્ફે પપ્પુ કોળી પટેલ રસ્તામાં વચ્ચે ચાલતો હતો. જેથી સુરેશ ભાઈ એ રોડ ક્રોસ કરવા ગાડીનો હોન માર્યો હતો. પરંતુ ભૂપેન્દ્ર રસ્તા પરથી દૂર ખસી રહ્યો ન હતો. જેથી સુરેશ ભાઈ એ પોતાના પરિવારજનો આ મુદ્દે વાત કરતા જ પરિવારના સભ્યો ભૂપેન્દ્ર ઘરે જઈને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને ભુપેન્દ્ર અને તેના પરિવારજનોએ સાથે બહારથી માણસો બોલાવીને ભેગા થઈ સુરેશભાઈ ઘરે જઈ ને હુમલો કર્યો. એટલું જ નહિ મહેશ સોલંકી નામના વ્યક્તિએ બે રાઉન્ડ ફાયરિંગ કરીને જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના બન્ને જૂથ વચ્ચે સામ સામે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે સમગ્ર મામલે કેરેલા જીઆઇડીસી પોલીસે રાયોટીંગ અને ફાયરિંગને લઈને બંને પક્ષની સામે સામે ફરિયાદ દાખલ કરી એક ફરિયાદમાં 18 આરોપી ધરપકડ કરી છે. 

આગામી વર્ષે શરૂ થશે એવું 'મહાયુદ્ધ', ઘટી જશે દુનિયાની વસ્તી, બાબા વેંગાની ભવિષ્યવાણી

પકડાયેલ આરોપીમાં વિજય સોલંકી અમીપુરાના ઉપસરપંચ છે. તેની પાસેથી પિસ્તોલ લઈ તેના મામાના દીકરા મહેશ સોલંકીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ આરોપીઓ બહારથી અસામાજિક તત્વોને બોલાવીને ગામમાં બોલાવીને આતંક મચાવ્યો હતો. જેમાં ઉપસરપંચ વિજય સોલંકીએ ટ્રેકટરમાં બેસીને સુરેશ ભાઈના ઘર પાસે પાર્ક કરેલા વાહનોને ટક્કર મારી તોડફોડ કરી હતી. જે સમગ્ર વિડિયો સામે આવ્યા છે. આ ઉપરાંત આરોપીઓ લાકડીઓ, ધારિયા, પાઇપો અને તલવારથી તોડફોડ કરી હુમલો કર્યો હતો. આરોપી વિજયને શોભના બેન અને આશા બેન નામની બે મહિલા સમજવા જતાં કચડી નાખવાના ઇરાદે વિજય સોલંકી એ ટ્રેક્ટર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

34 વર્ષ બાદ ભારતને મળી એશિયા કપની યજમાની, 2025માં ટી20 ફોર્મેટમાં રમાશે ટૂર્નામેન્ટ

આ ઘટનાથી સમગ્ર ગામમાં તંગદિલી ફેલાઈ છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કેરેલા જીઆઇડીસી પોલીસ એ સુરેશ પટેલની ફરિયાદ લઈને આર્મ્સ એક્ટ અને રાયોટિંગનાં ગુનાં હેઠળ 23 આરોપી સહિત 10 અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે બીજા પક્ષ ઉપસરપંચ વિજય સોલંકીની ફરિયાદ લઈને 6 વ્યક્તિ વિરુદ્ધ રાયોટિંગની ક્રોસ ફરિયાદ નોંધી છે. 

રાકેશ રાજદેવને ગુજરાત હાઈકોર્ટની લપડાક! 5 કરોડના વળતરના બદલામાં મળ્યો 5 લાખનો દંડ

પોલીસે બંને પક્ષનાં 18 આરોપીની ધરપકડ કરી છે. તેઓની પૂછપરછમાં રસ્તો ઓળંગવા કરવાનો સામાન્ય મુદ્દો હતો, પરંતુ ઝઘડો તો સરપંચની ચૂંટણીનો હોવાનું ખુલ્યું છે. જેથી પોલીસે ધટનાની ગંભીરતાને લઈને આરોપીને અન્ય પોલીસ સ્ટેશનમાં ગિરફ્તમાં રાખવામાં આવ્યા છે. જ્યારે અથડામણમાં અન્ય ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More