Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસની હારના પડઘા પડ્યા, અમિત ચાવડા આપશે રાજીનામુ

કોંગ્રેસની હારના પડઘા પડ્યા, અમિત ચાવડા આપશે રાજીનામુ
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. ત્યારે સ્પષ્ટ થયું છે કે, ગુજરાત કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ નીવડી

ગૌરવ પટેલ/અમદાવાદ :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને જાકારો મળ્યો છે. મહાનગરપાલિકા બાદ હવે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ (gujarat congress) ને હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસમાં ભારે અરાજકતા ફેલાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (local election) માં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. ત્યારે સ્પષ્ટ થયું છે કે, ગુજરાત કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ નીવડી છે. આજના પરિણામ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા રાજીનામુ આપશે. અમિત ચાવડા આજની હાર બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામુ આપશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના રકાસ બાદ અમિત ચાવડા (amit chavda) એ રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે. સાંજે 5 વાગે અમિત ચાવડા આ અંગે સત્તાવાર જાહેરાત કરશે. 

fallbacks

આ પણ વાંચો : હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસની હાર, પક્ષને ન જીતાવી શક્યા 

અમિત ચાવડાના નેતૃત્વ પર અનેક સવાલો થયા 
કોંગ્રેસની હારથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે. 2017માં વિધાનસભામાં કારમો પરિજય થયો હતો ભરતસિંહ સોલંકીએ રાજીનામુ આપ્યું હતું. હાઈકમાન્ડ ભરતસિંહ સોલંકીનું રાજીનામુ સ્વીકાર્યું હતું. તેના બાદ તેમના પિતરાઈ ભાઈ અમિત ચાવડાને જવાબદારી સોંપી હતી. અમિત ચાવડા યુવા નેતૃત્વમાં ગણાતા હતા. પરંતુ અમિત ચાવડા કોંગ્રેસને એક કરવામાં અને સાચવી રાખવામાં નિષ્ફળ નીવડ્યા હતા. વર્ષ 2017 બાદ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યો તૂટ્યા હતા અને ભાજપમાં જોડાયા હતા. તેના બાદ 2019ની લોકસભાની ચૂંટણીમાં 26/0 થી કોંગ્રેસનો પરાજય થયો હતો. ત્યારે કોંગ્રેસના નેૃતત્વ સામે ફરીથી સવાલો ઉભા થયા હતા. અમિત ચાવડાના નેતૃત્વમાં અનેક નેતાઓએ રાજીનામા આપ્યા. ત્યારે પણ અમિત ચાવડાએ રાજીનામુ આપવાની વાત કરી હતી, પણ તેમને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા ન હતા. ત્યારે હવે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂ્ંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. 

આ પણ વાંચો : બ્રિજેશ મેરજાનો પક્ષપલટો ભાજપને ફળ્યો, મોરબી નગરપાલિકા ભાજપે બાજી મારી  

અનેકવાર તેમના રાજીનામાની વાત ઉડી હતી, અને અનેકવાર તેઓ જવાબદારીમાંથી મુક્ત થઈ શક્યા ન હતા. આખરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થતા તેમણે રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો. જોકે, અમિત ચાવડાના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસમાંથી વધુ રાજીનામા પડે તો નવાઈ નહિ.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More