Gujarat Politics ; ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ કારણે રાહુલ ગાંધીનું ફોકસ પણ ગુજરાત તરફ વળી ગયું છે. રાહુલ ગાંધી સતત ગુજરાત આવીને ગુજરાત કોંગ્રેસમા નવા પ્રાણ ફૂંકી રહ્યા છે અને જાહેરાતો કરી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં સંગઠન મજબૂત કરવા માટે વિવિધ સમાજનો સહારો લેવામાં આવશે. વિવિધ સમાજમાંતી આવનારાઓે કાર્યકારી પ્રમુખ નીમાશે.
અમિત ચાવડા નવી ટીમ બનાવશે
ગુજરાત કોંગ્રેસમાં હવે દરેક સમાજના નેતાઓનો સમાવેશ થયેલો જોવા મળશે. અમિત ચાવડા પોતાની નવી ટીમ બનાવવા જઈ રહ્યાં છે. જેમાં 6 થી 7 કાર્યકારી પ્રમુખોની નિમણૂંક કરવામાં આવશે. જેમાં વિવિધ સમાજ અને જ્ઞાતિના લોકોનો સમાવેશ કરાશે. ખાસ કરીને પાટીદાર. કારણ કે, પાટીદાર સમાજના કોઈ નેતાને કોંગ્રેસમાં કોઈ ખાસ પદ મળ્યું નથી, તેથી પાટીદાર નેતાને જવાબદારી મળી શકે છે.
આગામી વર્ષે ગુજરાતમાં પાલિકા પંચાયતની ચૂંટણી આવી રહી છે. આ કારણે કોંગ્રેસ પોતાનું સંગઠન મજબૂત કરવા પર વધુ જોર આપી રહ્યું છે. પ્રદેશ અને જિલ્લા સ્તરના સંગઠન બાદ તાલુકા સ્તરે સંગઠનની કામગીરી હાથ ધરાશે. આ માટે નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવશે અને પસંદગી પ્રોસેસ હાથ ધરાશે. જેથી પાલિકા પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસ મજબૂત થાય.
નવા હોદ્દેદારોની વરણ કરાઈ
કોંગ્રેસ પક્ષ દ્વારા ગઈકાલે એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ નવા હોદ્દેદારોની વરણીની જાહેરાત કરી છે. યુવા અને અનુભવી ધારાસભ્યોને મહત્વની જવાબદારીઓ સોંપીને વિધાનસભામાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરાયો છે.
ગુજરાતમાં કુછ ગરબડ હૈ, હાઇકમાન્ડને ગુજરાતમાં ય શંકા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખોને આદેશ મતદાર યાદીની ચકાસણી કરો
બિહારમાં બોગસ મતદારોના મુદ્દે વિવાદ વંટોળ ઉઠયો છે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોએ કેન્દ્રીય ચૂંટણી પંચ સામે આંગળી ચિંધી છે. કોંગ્રેસ હાઇકમાન્ડે હવે ગુજરાતમાં બધાય જીલ્લા પ્રમુખોને સુચના આપી છે કે, તમારા મત વિસ્તારની મતદાર યાદીને બરોભર ચકાસો. હાઈકમાન્ડને ગુજરાતમાં મતદારયાદીમાં ગરબડ હોવાની શંકા પેઠી છે.
ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી : 10 જિલ્લાઓને અપાયું મોટું એલર્ટ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે