Home> Gujarat
Advertisement
Prev
Next

અમિત જેઠવા મર્ડર કેસનો ચુકાદો મુલત્વી, હવે 6 જુલાઈએ આવશે નિર્ણય

અમિત જેઠવા હત્યા કેસ સીબીઆઈ કોર્ટે ચુકાદો 6 જુલાઈના રોજ અનામત રાખ્યો છે. કોર્ટે જજમેન્ટ તૈયાર ન હોવાથી ચુકાદો મુલતવી રાખ્યો હતો. ત્યારે ગુજરાતના આ અતિચર્ચાસ્પદ કેસમાં આજે મુદત પડી છે. આ કેસમાં આજે કોર્ટમાં પૂર્વ સાંસદ દીનું બોઘા સહિત 6 આરોપીઓ હાજર રહ્યા હતા. તો જેલ કસ્ટડીમાં રહેલા શેલેષ પંડ્યા ગેરહાજર રહ્યો હતો. 

અમિત જેઠવા મર્ડર કેસનો ચુકાદો મુલત્વી, હવે 6 જુલાઈએ આવશે નિર્ણય

આશ્કા જાની/અમદાવાદ :અમિત જેઠવા હત્યા કેસ સીબીઆઈ કોર્ટે ચુકાદો 6 જુલાઈના રોજ અનામત રાખ્યો છે. કોર્ટે જજમેન્ટ તૈયાર ન હોવાથી ચુકાદો મુલતવી રાખ્યો હતો. ત્યારે ગુજરાતના આ અતિચર્ચાસ્પદ કેસમાં આજે મુદત પડી છે. આ કેસમાં આજે કોર્ટમાં પૂર્વ સાંસદ દીનું બોઘા સહિત 6 આરોપીઓ હાજર રહ્યા હતા. તો જેલ કસ્ટડીમાં રહેલા શેલેષ પંડ્યા ગેરહાજર રહ્યો હતો. 

fallbacks

પહેલા વરસાદમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના હાલ થયા બેહાલ, ગેલેરીમાં અંદર પાણી ભરાયા

આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે આજે સીબીઆઇ કોર્ટમાં ચુકાદો આપવાની હતી, જે હવે 6 જુલાઈના રોજ આવશે. વર્ષ 2010માં ખાંભાના આરટીઆઇ એક્ટિવિસ્ટ અને ખનીજ માફિયા સામે જંગે ચડેલા અમિત જેઠવાનું અમદાવાદ સોલા હાઇકોર્ટ સામે 20 જુલાઈના રોજ પોઇન્ટ બ્લેન્ક ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારે પૂર્વ સાંસદ દિનુ બોઘા અને તેના ભત્રીજા શિવા સોલંકીએ અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હોવાની સીબીઆઈ તપાસમાં બહાર આવ્યું હતું. ૬ સપ્ટેમ્બર, 2010ના રોજ દીનુ સોલંકીના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ આ હત્યા માટે સોપારી આપવા બદલ થઈ હતી. નવેમ્બર ૨૦૧૩માં સીબીઆઈ દ્વારા દીનુ સોલંકીની પણ આ સંદર્ભે ધરપકડ કરાઈ હતી. ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિતના 7 આરોપીઓની આ હત્યા કેસમાં ધરપકડ થઇ હતી. જેમાં આરોપી તરીકે શૈલેષપંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણ, દિનુબોઘા સોલંકી છે. 

મોડી રાત્રે વરસેલા વરસાદમાં વલસાડ જળબંબાકાર, કલેક્ટરે એલર્ટ રહેવાની સૂચના આપી

આ કેસમાં મોટા ભાગના સાક્ષીઓ હોસ્ટાઈલ થયા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કેસની રીટ્રાયલ કરવામાં આવતા કેસ સાથે જોડાયેલ 18 જેટલા સાક્ષીઓને પોલીસ પ્રોટેક્શનનો હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં ગુજરાત પોલીસે તમામ સાક્ષીઓને બે ગનમેન 24 કલાક સુરક્ષામા તહેનાત કરવામાં આવ્યા હતા. ત્યારે કેસના ઘણા સાક્ષીઓએ પોલીસ પ્રોટેક્શન લેવાની ના પાડવામાં આવી હતી. પોલીસ પ્રોટક્શન આપવામાં વનરાજભાઈ પ્રજાપતિ, વિજયભાઈ પાંડે, જયેશ પટેલ, ધર્મેશ પ્રજાપતિ, યોગેશભાઈ પંડ્યા, મહંમદ ઉસ્માન શેખ, ભૂપતસિંહ ઝાલા સહિતનો સમાવેશ થાય છે. અમીત જેઠવા હત્યાકેસમાં હાઇકોર્ટના આદેશ બાદ સીબીઆઇએ વકીલ તરીકે મુકેશ કાપડિયાની નિમણૂક કરવામાં આવી હતી.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More