Home> Gujarat
Advertisement
Prev
Next

અમિત શાહના જન્મદિવસ નિમિતે જગન્નાથ મંદિરમાં કરવામાં આવી મહાઆરતી

આજે દેશના ગૃહપ્રધાન અમિત શાહનો 55મો જન્મદિવસ છે. 

અમિત શાહના જન્મદિવસ નિમિતે જગન્નાથ મંદિરમાં કરવામાં આવી મહાઆરતી

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના ગૃહપ્રધાન અમિત શાહનો આજે 55મો જન્મદિવસ છે. ત્યારે અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાંજે મંદિરમાં મહા આરતી અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. 

fallbacks

મહત્વનું છે કે અમિત શાહના જન્મદિવસને વિશેષ બનાવવા માટે ગુજરાત ભાજપ દ્વારા તેની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે શહેરના જગન્નાથ મંદિરમાં થયેલી મહાઆરતીમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સુરેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર બીજલ પટેલ, હસમુખ પટેલ, ગૌતમ પટેલ અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી હાજર રહ્યાં હતા. તમામે મંદિર ખાતે આરતી કરીને અમિત શાહના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. 

જુઓ Live TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More