Gujarat Election 2022: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં પાંચ સભા કરશે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. અમિત શાહ આજે સવારે 10 વાગ્યે ખેડાની મહુધા બેઠક પર સભા સંબોધશે. જે પછી સવારે સાડા 11 વાગ્યે દાહોદની ઝાલોદ બેઠકના ઉમેદવાર માટે સભા સંબોધશે. બપોરે દોઢ વાગ્યે ભરૂચની વાગરા બેઠક પર સભા કરશે. બપોરે 3 વાગ્યે નર્મદાની નાંદોદ બેઠક પર અને સાંજે 7 વાગ્યે અમદાવાદની નરોડા બેઠક પર સભા સંબોધશે. તમામ બેઠક પર લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડશે.
વિધાનસભાની ચૂંટણીમાં જનતાને આકર્ષવા માટે ભાજપના સ્ટાર પ્રચારકો પણ અલગ અલગ જગ્યાએ ઝંઝાવાતી પ્રચાર કરશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દિયોદરમાં સભા ગજવશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની 5 સભા ગજવશે. સુરતના ઉધના અને કતારગામમાં સ્મૃતિ ઈરાની પ્રચાર કરશે. વલસાડના સરીગામ, ખાજુરડીમાં સ્મૃતિ ઈરાની પ્રચાર કરશે.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન 3 સભા ગજવશે. આણંદ અને સુરતમાં VIP રોડ, અમરોલીમાં પ્રચાર કરશે. કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલા 5 જનસભા ગજવશે. વાંસદ, ચીખલી, આહવા, વરાછા, કતારગામમાં પ્રચાર કરશે. સાંસદ દિનેશલાલ યાદવ વડોદરા, સુરતમાં 3 સભા ગજવશે. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કચ્છમાં 3 સભા ગજવશે.
ગૃહમંત્રી અમિત શાહનો આજનો કાર્યક્રમ
કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીનો આજના કાર્યક્રમ
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો આજના કાર્યક્રમ
કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલા કાર્યક્રમનો આજના કાર્યક્રમ
સી આર પાટીલનો આજના કાર્યક્રમ
સાંસદ દિનેશલાલ યાદવનો આજના કાર્યક્રમ
પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો આજનો કાર્યક્રમ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે