બ્રિજેશ દોશી/ગાંધીનગર :કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહે પોતાના લોકસભા ક્ષેત્ર ગાંધીનગરમાં પ્રોજેક્ટ વિશ્વાસ અંતર્ગત CCTV કેમેરા આધારિત સર્વેલન્સ એન્ડ ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમના રાજ્યકક્ષાના કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘ત્રિનેત્ર’નું ઉદ્ઘાટન કર્યું. સાથે અમિત શાહે ગુજરાત પોલીસની અદ્યતન તકનિકી સેવાઓઓ લોકાપર્ણ સમારોહમાં ઉપસ્થિત આપી.
આ પ્રસંગે તેમણે કહ્યુ કે, ગુજરાત પોલીસ હંમેશા દેશભરમાં આગળ રહી છે અને ભવિષ્યમાં પણ રહેશે. દેશને દ્રૌપદી મુર્મૂ તરીકે નવાં રાષ્ટ્રપતિ મળ્યાં છે. એમનું રાષ્ટ્રપતિ બનવું દેશ માટે ઐતિહાસિક ઘટના છે. એકદમ સામાન્ય પરિવાર અને આદિવાસી સમાજમાંથી એક મહિલા રાષ્ટ્રપતિ બને તે ખૂબ મોટી વાત છે. દ્રૌપદી મુર્મૂ જે સમાજમાંથી આવ્યા ત્યાં હજુ પણ ઘણા લોકોને ખબર નથી કે એ શું બન્યા. આદિવાસી હિતોની વાત કરનારા લોકોને આ જવાબ છે.
આ પણ વાંચો : આ જ છે ગુજરાતનું અસલી સ્વર્ગ, વરસાદ આવતા જ ડાંગ બની જાય છે કાશ્મીર!
ગુજરાત પોલીસની કામગીરીના વખાણ કરતા ગૃહમંત્રી બોલ્યા કે, દેશનાં 96% પોલીસ સ્ટેશનમાં CCTV અને ઓનલાઈન કરવાનું કામ કર્યું છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર પુસ્તક લખવાની જરૂર છે. એક સમય એવો પણ હતો કે, અમદાવાદમાં 200 દિવસ કર્ફ્યુ રહ્યાની ઘટના પણ બની હતી. પરંતુ 2002 બાદ રાજયમાં કર્ફ્યુની ઘટનાઓ એકલ દોકલ બની છે. 365 માંથી 212 દિવસ બેંકમાં ક્લિયરિંગ ના થયું હોય તેવું અમદાવાદ શહેર હતું. 1984 માં હું પોરબંદર ગયો ત્યારે ત્યાં બોર્ડ હતું કે, ‘કાયદો વ્યવસ્થાની હદ પુરી થઇ છે અને પોરબંદર શરૂ થાય છે’ આ સ્થિતિ હતી. દેશ વિરોધી તત્વોએ રાજય બદલી નાંખ્યાના અનેક ઉદાહરણો છે. નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી બન્યા બાદ કઠોરતાથી સમાજના દુશ્મનો સામે પગલાં ભર્યા છે.
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તેમણે કહ્યુ કે, પીએમ મોદીએ હર ઘર તિરંગા અભિયાન આપ્યુ છે. ત્યારે 13-14-15 ઓગસ્ટે તમારા ઘરે તિરંગો ફરકાવો. ગુજરાતની જનતાને મારી અપીલ છે કે એક પણ ઘર કે ઓફિસ આમાંથી બાકાત ન રહે એનું ધ્યાન રાખશો.
આ સાથે તેઓ અક્ષયપાત્ર સંસ્થા દ્વારા નવનિર્મિત ઐદ્યોગિક રસોડાનું ઉદ્ઘાટન કરશે. જેના પછી તેઓ મહાત્મા ગાંધી પુસ્કાલયનું પણ લોકાર્પણ કરશે અને સરદાર પટેલ સંસ્કૃતિક ભવનના લોકાપર્ણ તેમજ અન્ય વિકાસલક્ષી કામોના ખતમૂહુર્ત કરશે. જે પછી માણસા સિવિલ હોસ્પિટલની 3.45 વાગ્યે મુલાકાત લેશે અને પછી બપોરે 4 વાગ્યે ચંદ્રાસર તળાવની પણ મુલાકાત લેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે