Home> Gujarat
Advertisement
Prev
Next

બોપલ દુર્ઘટના : ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કર્યુ, CMએ તપાસના આદેશ આપ્યા

અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી પડી જવાની ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે. આ ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે, તો છ લોકો ઘાયલ થયા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદ કલેક્ટર સાથે વાત કરીને દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોને સહાય આપવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બોપલ વિસ્તાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મતવિસ્તાર છે. ત્યારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી મૃતકોને સહાય કરાશે.

બોપલ દુર્ઘટના : ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કર્યુ, CMએ તપાસના આદેશ આપ્યા

બ્રિજેશ દોશી/ગાંધીનગર :અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી પડી જવાની ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે. આ ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે, તો છ લોકો ઘાયલ થયા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદ કલેક્ટર સાથે વાત કરીને દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોને સહાય આપવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બોપલ વિસ્તાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મતવિસ્તાર છે. ત્યારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી મૃતકોને સહાય કરાશે.

fallbacks

આતંકી હુમલાની દહેશતથી સોમનાથ અને અંબાજીમાં સુરક્ષા કડક કરાઈ

બીજી તરફ, હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણી રશિયાના પ્રવાસે છે, ત્યારે બોપલ ખાતે પાણીની ટાંકી તૂટી પડતા સર્જાયેલ દુર્ઘટના સંદર્ભે તેમણે રશિયાથી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પણ અમદાવાદના કલેક્ટર સાથે ટેલિફોનિક વાત કરી હતી અને દુર્ઘટના અંગે વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ અમદાવાદના કલેક્ટરને તપાસના આદેશ આપ્યા હતા અને ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે તે માટે સુચનાઓ આપી હતી. 

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી 30 વર્ષ જૂની પાણીની ટાંકી આજે એકાએક પડી ભાંગી હતી. આ ટાંકીને અડીને કેટરિંગના વ્યવસાયનું ગોડાઉન, ગેસ એજન્સીનું ગોડાઉન તથા ભંગારની દુકાન આવેલી હતી. પાણીની ટાંકી ધડાકાભેર તૂટી પડતા આ ગોડાઉનમાં કામ કરતા મજૂરો અને કર્મચારીઓ દટાયા હતા. આ દુર્ઘટનામાં વિક્રમ ભુમિત, કુશવા રામહરી અને રવિ દિવાકરના નામની વ્યક્તિઓનું મોત નિપજ્યું છે. તો બીજી તરફ, અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે આ ઘટનામાં જે કોઈ વ્યક્તિ જવાબદાર હશે તેના સામે પગલાં લેવાશે, અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે સમગ્ર ઘટનાનો ત્રણ દિવસની અંદર રિપોર્ટ તૈયાર કરાશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં આવી અનેક જર્જરિત ઈમારતો આવેલી છે, જે ગમે ત્યારે ઢળી શકે છે. તંત્ર દ્વારા આ અંગે કોઈ તકેદારી રાખવામા આવતી નથી, અને જેનો ભોગ કેટલાક નિર્દોષો બનતા હોય છે. આ સમગ્ર ઘટનામાં કોણ જવાબદાર છે. શું વાંક હતો એ લોકો, જેઓ પાણીની ટાંકી પાસે નોકરી કરતા હતા. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More