Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના પ્રવાસે 'શાહ' : અમદાવાદીઓને આપશે અદભૂત ઈકોલોજી પાર્કની ભેટ

Amit Shah in gujarat : ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ, હરિયાળું અને પ્રાકૃતિક ખેતીયુક્ત બને તે દિશામાં અમિત શાહ દ્વારા સાતત્યપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

ગુજરાતના પ્રવાસે 'શાહ' : અમદાવાદીઓને આપશે અદભૂત ઈકોલોજી પાર્કની ભેટ

ઝી મીડિયા/બ્યૂરો :આવતીકાલે 26 માર્ચ, 2022 ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમના ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ જુદી જુદી વિધાનસભા અન્વયે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાશે. ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ, હરિયાળું અને પ્રાકૃતિક ખેતીયુક્ત બને તે દિશામાં અમિત શાહ દ્વારા સાતત્યપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

fallbacks

આવતીકાલે કયા કયા કાર્યક્રમો
અમિત શાહના હસ્તે સવારે 9.30 કલાકે સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજ અને ગરીબ-જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવશે. તો કલોલ તાલુકાના મોટી ભોંયણ ખાતે સવારે 10.30 કલાકે વિવિધ કાર્યોના ઇ ખાતમુહૂર્ત - લોકાર્પણ તેમજ આંગણવાડી બહેનો અને આરોગ્ય વિભાગના કર્મીઓને કેન્સરની વહેલી તપાસ - નિદાન માટેના તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરશે. અહીં તેઓ જાહેર સભાને પણ સંબોધશે. બપોરે 11.45 કલાકે ભારતમાતા ટાઉનહોલ, કલોલ ખાતે જાહેર સભાના સ્વરૂપમાં કલોલ નગરપાલિકાના ઉપક્રમે બીવીએમ ફાટક પરના ઓવરબ્રિજ અને સરદાર બાગના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરશે. સાંજે 5.00 કલાકે જી.ડી. પાર્ટી પ્લોટ, સોલા, અમદાવાદ ખાતે એ.એમ.સી. દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને તૈયાર થનાર જુદા જુદા કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમ જાહેર સભા સ્વરૂપે યોજાશે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના દરવાજે ઉતર્યા કપડા, જાણો કોણે શર્ટ ઉતારીને કર્યો વિરોધ

ડમ્પિંગ સાઈટની જગ્યાએ બનાવેલ ઈકો પાર્કનું ઉદઘાટન કરશે
આવતીકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના મતવિસ્તારમાં રૂ.306 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે. જેમાં તેઓ આવાસ, વોટર પ્રોજેક્ટ ઉપરાંત બોપલ ઇકોલોજી પાર્કનું પણ લોકાર્પણ કરશે. અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઇકોલોજી પાર્કની મુલાકાત લેશે. ત્યારે હાલ Amc અને પોલીસ તંત્ર દ્વારા આખરી સમયની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. એક સમયે આ પાર્કના સ્થળે વિશાળ ડમ્પિંગ સાઈટ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને આ ડમ્પિંગ સાઈટની અદભુત કાયાપલટ કરી છે. ડમ્પિંગ સાઈટની જગ્યાએ ઇકોલોજી પાર્ક તૈયાર કરાયો છે. એક સમયે અહીં 2.5 લાખ ટન ઘન કચરો જમા થયો હતો. 9 વર્ષથી સમગ્ર બોપલ વિસ્તારનો ઘન કચરો એકઠો થતો હતો. 1 વર્ષના ટૂંકા ગાળામાં amc એ તમામ કચરો બાયોમાઇનિંગ પદ્ધતિથી દુર કર્યો. આજે તે જ સ્થળ પર રૂ.3.5 કરોડના ખર્ચે ઇકોલોજી પાર્ક બનાવાયો છે. કૃત્રિમ તળાવ સહિત અનેક સુંદર ફૂલ છોડ રોપવામાં આવ્યા છે. વિવિધ ઔષધિય ગુણો ધરાવતા વૃક્ષો પણ ઉછેરાયા છે. AMC સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ગાર્ડન ડિપાર્ટમેન્ટની સંયુક્ત કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે બોપલ વિસ્તારના 3 લાખથી વધુ લોકોને ઇકોલોજી પાર્કનો લાભ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More