Home> Gujarat
Advertisement
Prev
Next

અમેરિકાના ગ્રહો ત્રીજુ વિશ્વયુદ્ઘ નોતરશે કે તબાહી લાવશે? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હાલ દુનિયાના તમામ દેશોની નજર અમેરિકા અને ઈરાન વચ્ચે છે. બંને દેશો વચ્ચે સર્જાયેલી તંગદીલીએ અનેક દિલોની ધડકનોને વધારી દીધી છે. આ તંગદીલી અમેરિકા અને ઈરાનનો ઝઘડો મહાયુદ્ધમાં ફેરવાઈ શકે છે. ત્યારે ZEE 24 કલાક સાથેની વાતચીતમાં અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે, ત્રીજું વિશ્વયુદ્ધ થશે અથવા તો મોટી તબાહી થશે. અમેરિકા-ઈરાનનો ઝઘડો આખી દુનિયાને મુશ્કેલીમાં મૂકશે. ખાડી દેશોમાં તંગદિલીથી પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે. ખાડી દેશોમાં તંગદિલીથી સોના-ચાંદીના ભાવ આભને આંબશે.

અમેરિકાના ગ્રહો ત્રીજુ વિશ્વયુદ્ઘ નોતરશે કે તબાહી લાવશે? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

અમદાવાદ :હાલ દુનિયાના તમામ દેશોની નજર અમેરિકા અને ઈરાન વચ્ચે છે. બંને દેશો વચ્ચે સર્જાયેલી તંગદીલીએ અનેક દિલોની ધડકનોને વધારી દીધી છે. આ તંગદીલી અમેરિકા અને ઈરાનનો ઝઘડો મહાયુદ્ધમાં ફેરવાઈ શકે છે. ત્યારે ZEE 24 કલાક સાથેની વાતચીતમાં અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે, ત્રીજું વિશ્વયુદ્ધ થશે અથવા તો મોટી તબાહી થશે. અમેરિકા-ઈરાનનો ઝઘડો આખી દુનિયાને મુશ્કેલીમાં મૂકશે. ખાડી દેશોમાં તંગદિલીથી પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે. ખાડી દેશોમાં તંગદિલીથી સોના-ચાંદીના ભાવ આભને આંબશે.

fallbacks

અમેરિકા વિશે કરી મોટી આગાહી
હવામાનને લઈને સચોટ આગાહી કરતા અંબાલાલ પટેલે ત્રીજા વિશ્વ યુદ્ધને લઈને મોટી આગાહી કરતા જણાવ્યું કે, ગ્રહોને આધારે જોઈએ તો રાહુ કેતુ વચ્ચે ગ્રહો આવે ત્યારે તેની અસર મોટી થાય છે. બંને વચ્ચે ગ્રહો લગભગ માર્ચ મહિનામાં આવશે. હાલમાં જોઈએ તો સૂર્ય અને શનિનો યોગ ચાલી રહ્યો છે. તેથી હાલમાં જોઈએ તો આ યુદ્ધમાં ઈઝરાયેલ, જોર્ડન સીરિયા વગેરે જોડાઈ શકે તેમ છે. ને ખાસ કીરને ઈરાન અને અમેરિકા વચ્ચે તંગદીલી વધે તેવી શક્યતા છે. કારણ કે અમેરિકાની મિથુન રાશિ છે. હાલ મિથુન રાશિમાં રાહુ ચાલી રહ્યો છે. તેથી અમેરિકાના માંધાતા પર તેની નકારાત્મક અસર થશે. જ્યારે કે, યમન તથા અન્ય રાષ્ટ્રો પર વૃષભ રાશિની અસર છે. તેની અસર હાલ તો સામાન્ય છે, પણ આગામી દિવસોમાં સ્થિતિ બગડશે. 

આમ, અંબાલાલ પટેલે ત્રીજા મહાયુદ્ધની આગાહી કરી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો ઝઘડો જગજાહેર છે ત્યારે બંને દેશો શાંતિથી આ બાબતને લે તેવુ દુનિયાભરના નાગરિકોનું કહેવું છે. ત્યારે તેઓના ગ્રહો તો કંઈ બીજી જ બાજુમાં ઈશારા કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More