Home> Gujarat
Advertisement
Prev
Next

Bulldozer Justice : બુલડોઝર ન્યાય પર ભાજપ જ નેતાએ ઉઠાવ્યા સવાલ, કહ્યું-પરિવારને બેઘર કરવાની સજા વાજબી ન ગણાય

Dr Bharat Kanabar On Bulldozer Justice : અમરેલીમાં ભાજપ નેતા ડૉ.ભરત કાનાબારે કર્યું ટ્વીટ....બુલડોઝર જસ્ટિસ ઈઝ નો જસ્ટિસ...પરિવારની કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તે માટે તેના સમગ્ર પરિવારને બેઘર કરી દેવાની સજા વ્યાજબી ન ગણાય.... આપણા ઘરમાં બારીનો કાચ તૂટે તો પણ હલી જઈએ છીએ

Bulldozer Justice : બુલડોઝર ન્યાય પર ભાજપ જ નેતાએ ઉઠાવ્યા સવાલ, કહ્યું-પરિવારને બેઘર કરવાની સજા વાજબી ન ગણાય

Bulldozer Revenge : અમરેલીમાં બુલડોઝર એક્શન સામે ભાજપના જ નેતાએ અવાજ ઉઠાવ્યો છે. અમરેલી ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારની પોસ્ટ વાયરલ થઈ છે. તેમણે ‘બુલડોઝર જસ્ટિસ ઈઝ નો જસ્ટિસ’ નામથી પોસ્ટ કરી છે. અસામાજિક તત્વોના ઘર પર બુલડોઝર ચલાવીને તેમના પરિવારને બેઘર કરવાની વૃતિને સમર્થન પર સવાલ ઉઠાવાયા છે. 

fallbacks

ભરત કાનાબારની પોસ્ટ 
ડૉ. ભરત કાનાબારે પોસ્ટ કરીને લખ્યું કે, બુલડોઝર જસ્ટિસ ઈઝ નો જસ્ટિસ. આ સામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર ચલાવીને તેના પરિવારોને બેઘર કરવાની વૃત્તિને પરોક્ષ સમર્થન આપનાર આપણે સૌ આપણા ઘરની બારીઓનો એક કાચ તૂટે તો પણ હલબલિ જઈએ છીએ. ચોમાસામાં છત પરથી ક્યાંક થોડુંક અમથું પાણી જુવે તો જેમની ઊંઘ હરામ થઈ જાય છે તેવા આપણે સૌ કોઈ ગરીબના ઘર પર છત જ ના રહે તે જોયા પછી પણ નિરાંતે ઊંઘી જઈએ છીએ. પરપીડનનો આ પીસાચી આનંદ લેતા પહેલા આપણે સૌ આપણી જાતને કેટલાક સવાલો પૂછીએ. પરિવારની કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તે માટે તેના સમગ્ર પરિવારને બેઘર કરી દેવાની સજા કઈ રીતે વ્યાજબી ગણાય. મકાન કદાચ ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં ઊભું હોય તો પણ તેને હટાવતા પહેલા નિયમ અનુસાર પુરી પ્રોસિજર કરવી જોઈએ. 

વકફ બોર્ડને કારણે ગુજરાત ભાજપમાં પડી વિકેટ, આ નેતાએ પક્ષને આપ્યું રાજીનામું

કાયદાના શાસનમાં બુલડોઝર ન્યાય સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે: સુપ્રીમ કોર્ટ
ગત વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, નાગરિકોના અવાજને તેમની સંપત્તિનો નાશ કરવાની ધમકી આપીને દબાવી શકાય નહીં અને કાયદાના શાસનમાં 'બુલડોઝર ન્યાય' સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. પૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે કહ્યું કે બુલડોઝર વડે ન્યાય આપવો એ કોઈ પણ સંસ્કારી ન્યાય પ્રણાલીનો ભાગ ન હોઈ શકે. રાજ્યએ ગેરકાયદે અતિક્રમણ અથવા ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા બાંધકામોને દૂર કરવા માટે પગલાં લેતા પહેલા કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. તેણીએ કહ્યું કે કાયદાના શાસન હેઠળ બુલડોઝર ન્યાય સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. જો આને મંજૂરી આપવામાં આવશે તો કલમ 300A હેઠળ મિલકતના અધિકારની બંધારણીય માન્યતા સમાપ્ત થઈ જશે. 

બંધારણની કલમ 300A જણાવે છે કે, કાયદાની સત્તા વિના કોઈપણ વ્યક્તિને તેની સંપત્તિથી વંચિત રાખવામાં આવશે નહીં. 2019માં ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં એક મકાનને તોડી પાડવા સંબંધિત કેસમાં સર્વોચ્ચ અદાલતે 6 નવેમ્બરે પોતાનો ચુકાદો આપ્યો હતો. બેન્ચે ઉત્તર પ્રદેશ સરકારને વચગાળાના પગલા તરીકે અરજદારને રૂ. 25 લાખનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. રોડ પ્રોજેક્ટ માટે અરજદારનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું.

વડોદરાના બહુચર્ચિત રક્ષિતકાંડમાં મોટો ખુલાસો, રક્ષિત અને તેના મિત્રોએ પીધો હતો ગાંજો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More