Amreli News : અમરેલીના કુંકાવાવમાં એક ખેડૂતને એક રૂપિયાની ભરપાઈ કરવા માટે કોર્ટની નોટિસ મોકલી છે. PGVCL દ્વારા કોર્ટ મારફત એક રૂપિયો ભરવા ખેડૂતને નોટિસ મોકલાઈ છે. 7 વર્ષ આસપાસ ખેડૂતે ખેતરમાં રદ કરેલ કનેક્શનની pgvcl દ્વારા કોર્ટ મારફતે નોટિસ અપાઈ છે. એક રૂપિયાની નોટિસ માટે 5 રૂપિયાની ટિકિટ લગાવી ખેડૂત પાસે એક રૂપિયો ભરપાઈ કરવા નોટિસ અપાઈ.
PGVCLના બુદ્ધિજીવી ઈજનેરોએ 1 રૂપિયાની ઉઘરાણી માટે કોર્ટ મારફતે ખેડૂતને જે નોટિસ મોકલાવી
અમરેલીમાં માત્ર 1 રૂપિયા માટે PGVCLએ ખેડૂત સામે કોર્ટમાં જઈને નોટિસ કાઢી છે. જી હા,,, અંગ્રેજો જેવી નીતિ રાખતું PGVCL માત્ર એક રૂપિયાની વસૂલાત માટે ખેડૂતને અમેરલીની વડિયા કોર્ટમાં ઢસડી ગયું છે. ગુજરાત સરકારનું હિત ભલે ખેડૂતો માટે પોતાના હૈયે વસ્યું હોય પરંતુ ઊર્જામંત્રી તમારા વિદ્યુત બોર્ડના સાહેબોનું આ કારસ્તાન જુઓ... માત્ર 1 રૂપિયા માટે તમારા વિદ્યુત બોર્ડે અમરેલીના કુકાવાવના હરેશ સોરઠીયા નામના ખેડૂતને કોર્ટમાં ઢસડી જઈને નોટિસ અપાવી છે. અને એ પણ PGVCL રદ કરેલા કનેક્શન માટે આટલા ધમપછાડા કરી રહ્યું છે . એટલું જ નહીં PGVCLના બુદ્ધિજીવી ઈજનેરોએ 1 રૂપિયાની ઉઘરાણી માટે કોર્ટ મારફતે ખેડૂતને જે નોટિસ મોકલાવી છે તે નોટિસ જે ટપાલ મારફતે ખેડૂત સુધી પહોંચી તે ટપાલ પર 5 રૂપિયાની તો ટિકિટ લગાવી છે.
હવે લોકો દોડીને કચ્છ જોવા આવશે : ચિત્તાનું નવું ઘર બનશે કચ્છનું આ ઘાસનું મેદાન
ગુજરાતની 25થી વધારે નગરપાલિકાઓનાં કરોડોનાં બિલ બાકી
જરા વિચાર કરો,,, એક રૂપિયા માટે કોર્ટ કેસ કર્યો,,, એક રૂપિયા માટે 5 રૂપિયાની ટિકિટ લગાવી,,, અને આ પહેલીવાર નથી. ખેડૂતને ફટકારેલી નોટિસમાં લખ્યું છે કે જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી તમારે તમારા ગામથી વડિયાની કોર્ટમાં હાજર રહેવું પડશે. જરા વિચારો,,, માત્ર એક રૂપિયા માટે ખેડૂતને કઈ હદ સુધી હેરાન કરી રહી છે આ વીજ કંપની. ગુજરાતની 25થી વધારે નગરપાલિકાઓનાં કરોડો રૂપિયાનાં બિલ બાકી છે તેની સામે વિદ્યુત કંપની 5 વર્ષથી લઈને 15 વર્ષ સુધી એક હરફ સુદ્ધાં ઉચ્ચારતી નથી. અને ખેડૂતનો માત્ર એક રૂપિયો બાકી છે તો બહાદુરીનું કામ હોય એ રીતે ખેડૂતને તેઓ કોર્ટમાં ઢસડી ગયા છે. વાહ રે વિદ્યુત બોર્ડ વાહ.
ભાડાના રૂમથી 4,800 કરોડની બ્રાન્ડ માલિકી : ગોવિંદ ધોળકિયા આ રીતે બન્યા ડાયમંડ કિંગ
કોણ છે એ બહાદુર એન્જિનિયર
ત્યારે આ સમગ્ર મામલે ઝી 24 કલાક પૂછે છે સવાલ,,, કોણ છે એ બહાદુર એન્જિનિયર,,, જેણે પોતાના સાહેબોની મંજૂરી લઈને ખેડૂત સામે માત્ર એક રૂપિયાની ઉઘરાણી માટે કોર્ટ કેસ કર્યો અને હવે ખેડૂતને કોર્ટના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. ખેડૂતોની સરકાર જરા જુઓ,,, તમારું તંત્ર કેવી રીતે ચાલી રહ્યું છે અને ગરીબ ખેડૂતને કેવી રીતે હેરાન કરી રહ્યું છે. ઝી 24 કલાક આ ખેડૂતની વાત આજે આખા ગુજરાતમાં પહોંચાડશે જેથી તેની સાથે થતું વર્તન આખું ગુજરાત જુએ અને સરકાર પણ જુએ કે PGVCLમાં લાખો રૂપિયાનો પગાર લેતા અધિકારીઓ કેવી રીતે એક રૂપિયા માટે ખેડૂત પર જોહુકમી ચલાવી રહ્યા છે. PGVCLના આ ઈજનેરોને તો તાત્કાલિક અસરથી નગરપાલિકાના વીજળી વિભાગમાં મોકલી દેવા જોઈએ જેથી પંદર-પંદર વર્ષથી કરોડો રૂપિયાનાં બાકી બિલ છે તેની વસૂલી કરી શકે.
નગરપાલિકાઓનું કરોડોનું દેવુ બાકી
ગુજરાતમાં 3 નગરપાલિકાઓ દેવાળું ફૂંકવાની કગાર પર છે.. દ્વારકાના ખંભાળિયાની સલાયા નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું છે.. PGVCL દ્વારા 22 જેટલી નોટિસ ફટકાર્યા બાદ પણ વીજ બિલની ચૂકવણી ના કરતા આખરે PGVCLએ વીજ કનેક્શન કાપી નાખ્યું છે.. તો, આ તરફ પાટણની રાધનપુર નગર પાલિકાને PGVCL દ્વારા બિલની ચૂકવણી માટે નોટિસ ફટકારવવામાં આવી છે.. એટલું જ નહીં બનાસકાંઠાની થરાદ નગરપાલિકા પાસેથી રૂપિયાની વસૂલાત માટે PGVCLએ લાલ આંખ કરી છે.. PGVCLએ થરાદ નગરપાલિકાને પણ નોટિસ ફટકારી છે.
અંબાલાલ પટેલની આગાહી : આ દિવસોએ માવઠાના માર માટે તૈયાર રહેજો, કાતિલ ઠંડી પડશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે