Gujarat BJP અમરેલી : ભાજપના સાંસદ નારણ કાછડિયાનો સાવરકુંડલા પાલિકા ઉપપ્રમુખને ધમકાવતો ઓડિયો વાયરલ થયો છે. નારણ કાછડિયાએ ફોન પર ધમકાવતા કહ્યું કે, પાલિકામાં કથા કન્સ્ટ્રક્શન મારા જમાઇનું છે. ત્યારે કથિત ઓડિયો વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સાંસદ નારણ કાછડીયાની ઓડિયો ક્લિપ રાજકારણમાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે.
સાવરકુંડલા પાલિકાના ઉપપ્રમુખ પ્રતીક નાકરાણી અને ભાજપ સાંસદની વાતચીતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે. સાવરકુંડલા નગરપાલિકામાં કામ કરતી કન્ટ્રક્શન એજન્સી બાબતે પાલિકાના ઉપપ્રમુખને ધમકાવતા હોય તે પ્રકારની ઓડિયો ક્લિપ વાયરલ થઈછે. પોતાના જમાઈની કન્સ્ટ્રક્શન કંપની મુદ્દે પાલિકાના ઉપપ્રમુખને સાંસદ નારણ કાછડિયાએ ધમકાવ્યા હતા. તેમણે ફોન પર કહ્યું કે, સાવરકુંડલામાં મારું 30 વર્ષનું રાજકારણ છે.
નકલી નકલી... હવે તો ગુજરાતમા આખી સરકારી ઓફિસ નકલી, 4.15 કરોડની સરકારે ફાળવી ગ્રાન્ટ
સાંસદ નારણ કાછડિયા : પાલિકામાં કથા કન્સ્ટ્રક્શન મારા જમાઇનું છે. જો એની સામે કંઈ થયું તો હું જરાય ઓછો નહીં ઉતરું. ડી.કે. તો મરી ગયો છે અને તારું રાજકારણ નાનું છે. તું ક્યાંય મારી વચ્ચે પડતો નહીં
પ્રતિક નાકરાણી : સાહેબ તમે કહો એની કસમ તમને કોઈ કહેને તો હું તમને પગે પડી જઉં.
સાંસદ નારણ કાછડિયા : ડી.કે તને કહે એમ કરતો નહીં. કોઈના કહેવાથી કે વાતમાં આવીને તું ક્યાંય પણ મારી વચ્ચે પડતો નહીં. નગરપાલિકામાં પેશાબના બે ટીપાં વધારે પડશે તો પણ મને ખબર પડશે. મારું ત્રીસ વર્ષનું રાજકારણ છે. મને નગરપાલિકામાં જ નહીં બીજે ક્યાં શું કરવું એની બધી ખબર પડે છે.
ત્યારે ભાજપના સાંસદ નારણ કાછડીયાની ઓડિયો ક્લિપ સામે આવતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, સમગ્ર વિવાદ મામલે નારણ કાછડિયાને મીડિયાએ સવાલ કર્યા જવાબ આપવાનું ટાળ્યું હતું. જોકે, આ સમગ્ર ક્લિપમાં પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના સદસ્ય ડી.કે.પટેલનો પણ ઉલ્લેખ કરવામાં છે.
વિકાસશીલ ગુજરાતમાં ઝેર પીવુ પડે છે : એક લાચાર પિતાએ ઘરના 6 સભ્યોને દવા પીવડાવી ગળાફાંસો ખાધો
આ પ્રકારે વાત કરવી ધમકી આપવી અશોભનીય
સાંસદ અને પાલિકાના ઉપપ્રમુખની વાતચીતનો કથિત ઓડિયો ક્લિપ ફરતી થતાં તેમાં સાંસદ દ્વારા પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના સદસ્ય ડી.કે.પટેલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ ઓડિયો ક્લિપને લઈ ડી.કે પટેલે તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આગાઉ પાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવતો હતો, ત્યારે પણ આ સાંસદના જમાઈની કથા કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા પાલિકાના કામ કરવામાં આવ્યા હતા. ત્યારે ુણ નબળું કામ ચલાવવામાં આવેલ ન હતું કોઈની ભલામણ અમલમાં રાખી ન હતી. તેના કારણે છેડતી તડીપાર જેવા અનેક ખોટા ગુનાઓ મારા ઉપર કરવામાં આવ્યા હતા. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો ડી કે પટેલ દ્વારા કરવામાં આવ્યા છે.
તો બીજી તરફ પાલિકાના પૂર્વ પ્રમુખ ડીકે પટેલે આ વિશે નિવેદન આપ્યું કે, વીડિયો ક્લિપ મેં સાંભળી છે. મારા કાળ સમયે સાંસદના જમાઈની કંપની પાલિકાના કામ કરતી હતી. હું નબળા કામ ચલાવતો ન હતો. રાગ દ્વેષ રાખી મારી માટે શબ્દ પ્રયોગ કર્યો છે. પ્રતિકભાઈએ થોડા સમય પહેલાં કામગીરી સંભાળી છે. કથા કંસ્ટ્રક્શને કામગીરી કરી છે એ નબળી છે. સાંસદને ખ્યાલ આવતા ધમકી ભર્યો ફોન કર્યો છે. હું નડતરરૂપ ન થઉ તેવી ફરિયાદો મારી સામે કરી છે. ધમકી ભર્યો ફોન કરવા તેમના સ્વભાવ છે. આ પ્રકારે વાત કરવી ધમકી આપવી અશોભનીય છે.
શરદ પૂનમના દૂધ પૌંઆ ચમત્કારિક ઔષધિ કહેવાય છે, કેમ તેને ખુલ્લા આકાશમાં મૂકાય છે, આવુ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે