Home> Gujarat
Advertisement
Prev
Next

Amreli Gujarat Chutani Result 2022: અમરેલીમાં કોંગ્રેસના સૂપડાં સાફ, પરેશ ધાનાણી હાર્યા

Amreli Gujarat Chunav Result 2022: અમરેલી બેઠક પર છેલ્લી 2 ટર્મથી કોંગ્રેસનો દબદબો છે. કેમ કે 2012 અને 2017માં કોંગ્રેસનો વિજય થયો હતો. છેલ્લી 2 ટર્મથી પરેશ ધાનાણી અમરેલીના  ધારાસભ્ય છે. ધાનાણી પરશોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી જેવા દિગ્ગજ નેતાઓને ચૂંટણીમાં હરાવી ચૂક્યા છે.
 

Amreli Gujarat Chutani Result 2022: અમરેલીમાં કોંગ્રેસના સૂપડાં સાફ, પરેશ ધાનાણી હાર્યા

Amreli Gujarat Chunav Result 2022: અમરેલીમાં ભાજપના કૌશીક કાંતિભાઈ વેકરીયાએ કોંગ્રેસના પરેશ ધાનાણીને 46657 મતથી હરાવ્યા છે.અમરેલી વિધાનસભા બેઠક પર લેઉઆ પટેલનું વર્ચસ્વ છે. અમરેલીને લેઉઆ પટેલનો ગઢ માનવામાં આવે છે. માત્ર અમરેલી શહેર નહીં, પરંતુ અમરેલી તાલુકા અને કુંકાવાવ વડીયાના કેટલાક ભાગનો સમાવેશ કરતી આ સીટ છે. એક નગરપાલિકા અને બે તાલુકા પંચાયત આ સીટમાં આવેલી છે.

fallbacks

અમરેલી વિધાનસભા બેઠકઃ
અમરેલી  વિધાનસભા બેઠક પર આ વખતે મુકાબલો વધારે રોમાંચક બનશે તેવું લાગી રહ્યું છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ આ બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. જેના કારણે બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે તે નક્કી છે. છેલ્લી 2 ટર્મથી ધારાસભ્ય રહેલા  પરેશ ધાનાણીનું અમરેલીમાં સારું એવું પ્રભુત્વ છે અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠકો જીતાડવામાં પરેશ ધાનાણીનો મહત્વનો ફાળો રહ્યો છે. આ બેઠક પર કુલ 2 લાખ 83 હજાર 739 મતદારો છે. જેમાં 1 લાખ 45 હજાર 810 પુરુષ મતદારો છે. જ્યારે 1 લાખ 37  હજાર 925 મહિલા મતદારો છે.

2022ની ચૂંટણીઃ
અમરેલી વિધાનસભા બેઠક પર કોંગ્રેસે બે ટર્મના ધારાસભ્ય પરેશ ધાનાણીને ફરી રિપીટ કર્યા છે. જ્યારે ભાજપે કૌશિક વેકરિયાને મેદાનમાં ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ રવિ ધાનાણીને ટિકીટ આપી છે. જેના કારણે બેઠક પર ત્રિકોણીય મુકાબલો થાય તેવી શક્યતા છે.

2017ની ચૂંટણીઃ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં અમરેલી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના પરેશ ધાનાણીનો વિજય થયો હતો. તેમણે ભાજપના બાવકુ ઉંધાડને પરાજય આપ્યો હતો. પરેશ ધાનાણીને 87032 મત મળ્યા હતા.જ્યારે ભાજપના બાવકુ  ઉંધાડને 75003 મત મળ્યા હતા. પરેશ ધાનાણીનો 12029 મતથી વિજય થયો હતો.

2012ની ચૂંટણી:
વર્ષ 2012માં અમરેલી  બેઠક પર ભાજપે દિલીપ સંઘાણીને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે કોંગ્રેસના પરેશ ધાનાણીએ 86,583 મત મેળવ્યા હતા. જ્યારે દિલીપ સંઘાણીને 56,690 મતથી સંતોષ માનવો પડ્યો હતો. પરેશ ધાનાણી 29,893 મતથી સંઘાણીને હરાવીને બેઠક કોંગ્રેસને અપાવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More