Home> Gujarat
Advertisement
Prev
Next

પાટીદાર સમાજને લાંછનરૂપ ઘટના પહોંચી હાઈકોર્ટમાં, જાહેરમાં સરઘસનો મામલે પિટિશન ફાઈલ થઈ

Gujarat Highcourt : અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું કે, સુપ્રીમ અને હાઈકોર્ટે આપેલા હુકમોનું પાલન કરાવો. તેમજ આરોપીઓના જાહેર સરઘસ કાઢવા ગેરકાયદે છે
 

પાટીદાર સમાજને લાંછનરૂપ ઘટના પહોંચી હાઈકોર્ટમાં, જાહેરમાં સરઘસનો મામલે પિટિશન ફાઈલ થઈ

Amreli Patidar Girl Procession : અમરેલીના લેટરકાંડ બાદ પાટીદાર યુવતીનો કાઢવામાં આવેલા વરઘોડા મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન રિટ અરજી દાખલ કરવામાં આવી છે. આરોપીઓનું ખોટી રીતે સરઘસ નહી કાઢવા અંગે હાઈકોર્ટ દ્વારા અગાઉ જારી નિર્દેશો અને સુપ્રીમકોર્ટે ડી.કે.બાસુના કેસમાં જારી કરેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા ગુજરાત હાઈ કોર્ટ સમક્ષ રિટ અરજી દાખલ થઈ છે. 

fallbacks

ગુજરાતમાં પાટીદાર યુવતીના સરઘસનો મુદ્દાને લઈને અનેક સવાલો થયા છે. અમરેલીના લેટરકાંડમાં પાટીદાર યુવતીના પોલીસ વાર દ્વારા કાઢવામાં આવેલા સરઘસને લઈ ગુજરાતનું રાજકારણ સતત ગરમાઈ રહ્યું છે. અરજદાર તરફ્થી કરાયેલી અરજીમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરાયા કે, તેની વિરુદ્ધ રાજકોટ બી ડિવીઝનમાં નોંધાયેલી ફરિયાદના કેસમાં પોલીસ દ્વારા તેને ટોર્ચર કરવામાં આવ્યો હતો અને તેનું પણ સરઘસ કઢાય તેવી દહેશત છે. ખુદ હાઈકોર્ટે અગાઉં પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવાના મુદ્દાને લઈ ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમકોર્ટે ડી.કે. બાસુના કેસમાં સંબંધિત માર્ગદર્શિકા પણ જાહેર કરવામા આવી છે. તેનો ચુસ્તપણે અમલ ગુજરાતમાં કરાવવો જોઈએ. આ પ્રકારે ગેરકાયદે સરઘસો પર પ્રતિબંધ મૂકાવવા જોઈએ. અરજદારનું પણ પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં ના આવે તેવી દાદ માંગવામાં આવી હતી.

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, ઉત્તરાયણ પહેલા આવશે કે પછી તે ખાસ જાણી લો

છતાં ગુજરાતમાં આરોપીઓના સરઘસ નીકળી રહ્યાં છે. પિટિશનમાં આરોપીઓના નીકળતા સરઘસ અંગે અનેક સવાલો પિટિશનમાં કરવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, અરજદાર આરોપી વિરૂધ્ધ અંગત અદાવતમાં ફરિયાદી અને તેના બે ભાઈઓ પર જીવલેણ હુમલી અને જાનથી મારી નાંખવાની ધમકી સહિતના આરોપો સબબ ફરિયાદ નોંધાઇ હતી. એ સિવાય પણ અન્ય ગુના નોંપાયેલા છે.

પોન્ઝી સ્કીમ, ખ્યાતિકાંડના આરોપીઓનો વરઘોડો નહિ 
આ મુદ્દે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કરતા કહ્યું કે, પાટીદાર દીકરી ટાઈપીંગ કરતી હતી. ભાજપના બે જુથો લડાઈની વચ્ચે પોલીસે ભાજપના ઈશારે દિકરીએ ગુનો કર્યો હોય તેમ વરઘોડો કાઢ્યો. ભાજપના નેતાઓ કહે છે રીકંસ્ટ્રક્શન કરતા હતા. મેં હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી છે. ટાઈપ કરવુ ગુનો બનતો નથી. ભાજપની આંતરિક લડાઈમાં નિર્દોષ ભોગ બની છે. નીટનો આરોપી ભાજપનો મળતિયો છે. સાબરકાંઠામાં અનેકના પૈસા લીધા કરોડો ખાધા એનો વરઘોડો નહી. ખ્યાતિકાંડના આરોપીઓનો વરઘોડો નહી, પગ તૂટ્યા નથી. સામાન્ય વ્યક્તિના વરઘોડા કાઢે છે. ભાજપ સાથે સાંઠગાઠ એટલે સેવા. ભાજપને જવાબ મળશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારીમાં બની ન બનવાની ઘટના, દીપડાના આતંકથી 5 કાળિયારના મોત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More