Home> Gujarat
Advertisement
Prev
Next

અમરેલીમાં સિંહણ બની ખૂંખાર, પરિવાર સાથે સૂતેલી 5 વર્ષની બાળકીને ફાડી ખાધી

Amreli News : અમરેલીના બગસરાના હાલરીયાની સીમ ખાતે મજૂર પરિવારની 5 વર્ષની બાળકીને સિંહણે ફાળી ખાધી,,, બાળકી સૂતી હતી તે દરમિયાન સિંહણ બાળકીને ઉઠાવી ગઈ હતી,,, સિંહણને પકડવા વનવિભાગની કવાયત

અમરેલીમાં સિંહણ બની ખૂંખાર, પરિવાર સાથે સૂતેલી 5 વર્ષની બાળકીને ફાડી ખાધી

Lion Attack કેતન બગડા અમરેલી : ગીરના સાવજો હવે ખૂંખાર બની રહ્યાં છે. એક સમયે એવુ કહેવાતુ હતું કે, સામાન્ય રીતે સિંહ ક્યારે પણ માનવ પર હુમલો કરતો નથી. જો કે વ્યક્તિ દ્વારા રંજાડવામાં આવે તો તે સ્વબચાવમાં હુમલો કરતો હોય છે. પરંતુ ગીરના સાવજો પણ હવે હુમલા માનવ લોહીના તરસ્યા બન્યા છે. અમરેલીમાં ગઈકાલે એક સિંહણે ઓટલા પર પરિવાર સાથે સૂતી પાંચ વર્ષની બાળકીને ઉઠાવીને ફાડી ખાધી હતી. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીના બગસરાના હાલરીયાની સીમ વિસ્તારની મોડી રાતની આ ઘટના છે. એક ખેત મજૂર પરિવારના 5 વર્ષની બાળકી મોડી રાતે પરિવાર સાથે સૂતી હતી. ત્યારે વાડીએ સિંહણ આવી ચઢી હતી. સિંહણ પરિવાર સાથે સૂઈ રહેલી 5 વર્ષીય સોનુ ડામોર નામની બાળકી ઉઠાવી ગઈ હતી. બાળકીને સિંહણે ફાડી ખાધી. જેના બાદ પરિવારે શોધખોળ કરતા બાળકીના અવશેષો મળ્યા હતા. બાળકીના અવશેષો એટલા ક્ષતવિક્ષત હાલતમાં હતા કે પોટલું બાંધીને લાવવામાં આવ્યા હતા. બાળકીના અવશેષોને બગસરા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ, સિંહણને પકડવા માટે હાલરિયા આસપાસ શેત્રુંજી નદી વિસ્તારમાં લોકેશન લેવા માટે વનવિભાગ દ્વારા કવાયત હાથ ધરાઈ છે. 

મેળામાં ચકડોળમાં બેસેલી યુવતીને આવ્યું મોત, રાજકોટમાં 24 કલાકમાં હાર્ટએટેકથી 3 મોત

કહેવાય છે કે, સામાન્ય રીતે સિંહ ક્યારે પણ માનવ પર હુમલો કરતો નથી. જો કે વ્યક્તિ દ્વારા રંજાડવામાં આવે તો તે સ્વબચાવમાં હુમલો કરતો હોય છે. જો કે માનવમાંસ ક્યારે પણ સિંહ ખાતો નથી અને હુમલો કર્યા બાદ ત્યાં રોકાતો પણ નથી. તત્કાલ સ્થળ પરિવર્તન કરી દે છે. સામાન્ય રીતે સિંહ મારણ કર્યા બાદ આખી રાત ત્યાં રહીને જ મીજબાની માણે છે. પરંતુ માનવ પર હુમલો કર્યા બાદ તે સ્થળ છોડીને જતો રહે છે. પરંતુ સિંહ છેલ્લા ઘણા સમયથી પોતાનાં સિમાડા મુકીને એવા સ્થળો પર આવી ચડ્યાં છે જ્યાં ક્યારે પણ સિંહ જોવા મળ્યા નથી. જેના કારણે સ્થાનિકોમાં પણ કુતુહલ છે. આ ઉપરાંત સિંહોમાં પણ વિસ્તાર વિશે અણસમજ છે. જેના કારણે સિંહના હુમલાઓની ઘટનાઓ બની રહી છે. 

ગુજરાતથી ગાયબ થયેલા 5 બાળકો બિહારથી મળ્યા, તેમનું પ્લાનિંગ સાંભળીને ઉડી જશે તમારા હો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More