કેતન બગડા/અમરેલી: અમરેલીના લાઠી શહેરમાં પત્નીને બીજા પુરુષ સાથે સબંધ હોવાની શંકા રાખી પત્નીને છરી ના ઘા મારી હત્યા કરનારો પતિ પોલીસએ ઝડપી લીધો. ધુળેટીના તહેવારમાં પતિએ પત્નીની હત્યા કરનારા પોલીસે ઝડપી લઈ પૂછ પરછ હાથ ધરી.
અંજારમાં મોટી દુર્ઘટના! ભેંસોને બહાર કાઢવા જતાં 5 બાળકો ડૂબ્યાં, 4ના મૃતદેહો મળ્યા
અમરેલી જિલ્લામાં ધુળેટી તહેવારમાં દિવસેજ હત્યાની ઘટનાથી ચકચાર મચી હતી. લાઠી શહેરમાં ગઈ કાલે બપોરના સમયે ગુલાબભાઈ કરીમભાઈ સમાં દ્વારા તેમની પત્ની રેહાનાબેનની છરાના ઘા મારી હત્યા નિપજાવી હતી. ઘટનાની જાણ પોલીસને થતા લાઠી પોલીસ એફ.એસ.એલ સહીત ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મૃતક રેહાનાબેન ઉ.26ની લાશ હોસ્પિટલમાં પી.એમ.માટે ખસેડવામાં આવી છે.આરોપી પતિ ગુલાબ કરીમભાઈ સમાં સામે હત્યાનો ગુન્હો નોંધાયો હતો લાઠી પી.આઈ.એસ.એમ.સોની તપાસ ચલાવી રહ્યા છે. હત્યાની ઘટનામાં ગણતરીની કલાકોમાં આરોપી પતિ ગુલાબને પોલીસે દબોચી લીધો છે.
ગુજરાત સરકારની મોટી જાહેરાત; હવે તમારી વાર્ષિક આવક 6 લાખ હશે તો પણ તમારું બાળક મફત..
હત્યાને લઈ હથિયાર સહિત કબ્જે લઈ આરોપીની પૂછ પરછ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે. હત્યાનું કારણ અન્ય પુરુષ સાથે પ્રેમસંબંધ હતા. લાઠી પોલીસ સ્ટેશનમા હત્યાની ફરીયાદ નોંધાય તે પ્રમાણે અહીં મૃતક રેહાનાબેન તેના સસરા કરીમભાઈ રેહાનાબેનનો હાથ તેમની દુકાનમાં કોઈ છોકરો પકડીને ઉભો હોય તે જોઇ જતા તે વાત આરોપી પતિ ગુલાબભાઈ થતા રેહાના તથા આરોપી ગુલાબ વચ્ચે બોલાચાલી થઈ હતી.
ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈ મહત્વના સમાચાર; શિક્ષણ સહાયકની ભરતી પર મોટી અપડેટ
આ ઘટનામાં આરોપી ગુલાબભાઈ અગાવ કહ્યું હતું રેહાના સાથે છુટાછેડા લઈ લેવા છે પરંતુ ત્યારબાદ પરિવારજનોએ સમજાવટ બાદ સમાધાન થયું હતું. પરંતુ તેમ છતાં પતિ પત્ની ગઈ કાલે ઘરે એકલા હોવાથી પતિ આરોપી ગુલાબ દ્વારા પત્ની રેહાનાને તિક્ષીણ હથિયાર છરાના ઘા ગળાના ભાગે તથા પેટના ભાગે અને શરીરના અન્ય ભાગો ઉપર માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી હત્યા કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવ્યા બાદ આરોપીની પોલીસએ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
વિરાટ કોહલી કરશે T20 નિવૃત્તિમાંથી વાપસી, કમબેક વિશે જણાવી આ મહત્વપૂર્ણ વાત
લાઠી પોલીસ સ્ટેશનમાં હત્યાની કાલે ફરિયાદ નોંધાય છે. મૃતક રેહાનાબેનના સસરા કોઈ બીજા વ્યક્તિ સાથે જોય જતા મૃતકને વાત કરતા આડા સબંધ હોવાની શંકામાં માથાકૂટ કરી હતી ત્યારબાદ ઘરમેળે સમાધાન પણ થયુ હતું પતિ ગુલાબભાઈ એ તેમના પિતાને કોઈ વસ્તુ લેવા મોકલ્યા ત્યારબાદ છરી વડે તેનીજ પત્નીનું મડર કર્યું ગળાના ભાગે શરીરના ભાગે છરીઓ મારી હતી આરોપી પતિની ધરપકડ કરી છે તેમના પત્નીની હત્યા કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે