Home> Gujarat
Advertisement
Prev
Next

અમરેલી પોલીસે કર્મચારીઓને કપાસિયા તેલ ન વાપરવાનું વિચિત્ર ફરમાન કર્યુ, બાદમા રદ કર્યું

અમરેલી પોલીસે પોતાના કર્મચારીઓને મોકલેલો એક મેસેજ ચર્ચાના કેન્દ્રએ ચઢ્યો છે. અમરેલીની પોલીસે પોતાના કર્મચારીઓને ખોરાકમા 'કપાસીયા તેલ'નો વપરાશ ટાળવા સુચના આપી હતી. જોકે. આ સૂચના વિવાદમાં આવતા જ અમરેલી પોલીસ હરકતમાં આવી હતી. કપાસિયા તેલ વાપરવા બાબતે થયેલ મેસેજ અમરેલી જિલ્લાના પોલીસ વડાએ રદ કર્યો હતો. 

અમરેલી પોલીસે કર્મચારીઓને કપાસિયા તેલ ન વાપરવાનું વિચિત્ર ફરમાન કર્યુ, બાદમા રદ કર્યું

કેતન બગડા/અમરેલી :અમરેલી પોલીસે પોતાના કર્મચારીઓને મોકલેલો એક મેસેજ ચર્ચાના કેન્દ્રએ ચઢ્યો છે. અમરેલીની પોલીસે પોતાના કર્મચારીઓને ખોરાકમા 'કપાસીયા તેલ'નો વપરાશ ટાળવા સુચના આપી હતી. જોકે. આ સૂચના વિવાદમાં આવતા જ અમરેલી પોલીસ હરકતમાં આવી હતી. કપાસિયા તેલ વાપરવા બાબતે થયેલ મેસેજ અમરેલી જિલ્લાના પોલીસ વડાએ રદ કર્યો હતો. 

fallbacks

હાલ અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કપાસિયાના તેલ વાપરવા બાબતે તમામ થાણા અધિક્ષક એલસીબી એસઓજી હેડ ક્વાટરને લઇ વાયરલેસ મેસેજ કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં દૈનિક ખોરાકમાં કપાસિયા તેલ વાપરવું હાનિકારક છે, કપાસિયા તેલની સુધી અસર શરીર પર પડતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ હતો. કપાસિયા તેલ ખોરાકમાં ઉપયોગ ટાળવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, બાદમાં આ મેસેજ ચર્ચાના ચગડોળે ચઢ્યો હતો. પોલીસ કર્મચારીઓના તેલ વાપરવા સાથે શુ લેવાદેવા તેવી તરેહતરેહની વાતો વહેતી થઈ હતી.

આ પણ વાંચો : ગ્રીષ્માના પરિવારને મળીને હર્ષ સંઘવી ભાવુક થયા, કહ્યું-આરોપીને સજા કર્યાનો આંનદ નથી કારણે આપણે ગ્રીષ્માને ગુમાવી છે

અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કપાસિયાના તેલ વાપરવા બાબતે તમામ થાણા અધી.એલસીબી એસઓજી હેડ ક્વાટરને લઇ જે વાયરલેસ મેસેજ કરવામાં આવ્યો હતો તેની ગંભીર નોંધ લેવાઈ હતી. એસપીએ ખુલાસો કર્યો હતો કે, કપાસિયા તેલ અન્વયે કન્ટ્રોલ રૂમ ઇન્ચાર્જ તરફથી સમજણ ફેરથી મેસેજ થયો હતો. શરતચૂક અને સમજણ ફેરથી થયેલ મેસેજ રદ કરવામાં આવ્યો છે. ખોરાક માં લેવાતા કપાસિયા તેલથી શરીર પર વિપરીત પ્રભાવ પડતા હોવાનું સાયન્ટિફિક આધાર પુરાવા નથી. કપાસિયા તેલ વાપરવા બાબતે થયેલ મેસેજ પોલીસવડાએ રદ કર્યો હતો. 

આ પણ વાંચો : 2 માસની દર્ગા સામે ખૂંખાર દીપડો નતમસ્તક થયો, બે કલાક પાસે બેસ્યો પણ શિકાર ન કર્યો

જોકે, બીજી તરફ આ મેસેજની અનેક પ્રકારે મજાક ઉડી હતી. કેટલાક કહ્યુ હતું કે, કેટલાક કર્મચારીઓનો પગાર પણ એટલો નથી કે તે અન્ય પ્રકારના મોંઘાદાટ તેલનો વપરાશ કરી શકે. અને જો પોલીસ કર્મચારીઓ માટે કપાસિયા તેલ હાનિકારક હોય તો સામાન્ય ગુજરાતીઓ માટે કેમ નહિ. આ બાબત લોકો પર પણ લાગુ પડવી જોઈએ. આવા મેસેજનો મતલબ શું.

આ પણ વાંચો : 

દિલની પ્યાસ બુઝાવવા એકાંત શોધતો યુવક યુવતી સાથે આબુ જવા નીકળ્યો, રસ્તામાં જ થયુ એવુ કે દુનિયા લૂંટાઈ ગઈ

હાર્દિક પટેલના વધુ એક સંકેત, ભાજપના નેતા સાથે ડાયરામાં રૂપિયા ઉડાવતા દેખાયા

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More