Home> Gujarat
Advertisement
Prev
Next

અમરેલી: 17 જાનને લીલા તોરણે પરત મોકલનાર પોલીસ ભાજપના કાર્યક્રમમાં બની મુંગી મંતર !

ખાંભામાં આજે સુશાસન દિવસ નિમિત્તે ખેડૂત કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપનાં નેતાઓ, કાર્યકરો અને ખેડૂતો હાજર રહ્યા હતા. જો કે કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યાં હતા. જો કે કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ નહી હોવા છતા પોલીસ મુકદર્શક બની હતી. સામાન્ય કાર્યક્રમ બંધ કરાવતી પોલીસ અહીં મુક દર્શક બની હતી. સામાન્ય લોકો માટે સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોનાં પાલનની વાત કરતા અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં મુક પ્રેક્ષક બની ગયા હતા. 

અમરેલી: 17 જાનને લીલા તોરણે પરત મોકલનાર પોલીસ ભાજપના કાર્યક્રમમાં બની મુંગી મંતર !

અમરેલી : ખાંભામાં આજે સુશાસન દિવસ નિમિત્તે ખેડૂત કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપનાં નેતાઓ, કાર્યકરો અને ખેડૂતો હાજર રહ્યા હતા. જો કે કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યાં હતા. જો કે કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ નહી હોવા છતા પોલીસ મુકદર્શક બની હતી. સામાન્ય કાર્યક્રમ બંધ કરાવતી પોલીસ અહીં મુક દર્શક બની હતી. સામાન્ય લોકો માટે સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોનાં પાલનની વાત કરતા અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં મુક પ્રેક્ષક બની ગયા હતા. 

fallbacks

સુરતમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ કરી આરોપીની યુવકની તરફેણ કરી, જજ પણ ચોંકી ઉઠ્યાં

અમરેલીમાં પ્રદેશનાં પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણી આ કાર્યક્રમમાં માસ્ક વગર જોવા મળ્યા હતા. અમરેલી ખાતે સુશાસન દિવસ નિમિત્તે ખેડૂત સંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણી માસ્ક વગર જ ભાષણ આપતા નજરે પડ્યાં હતા. મંચ પર ભાજપનાં નેતાઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં મોટા સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. જો કે આ કાર્યક્રમમાં કેટલાક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.

અમદાવાદના જૂના અને જાણીતા બજારોની એક ઝલક, જ્યાં તમને મળશે તમારા બજેટમાં મનગમતી વસ્તુઓનો ખજાનો

ભાજપ દ્વારા અગાઉ ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન જાહેર કાર્યક્રમો ન યોજવામાં આવે તેવી જાહેરાત કરી હતી. તેમ છતા મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણ ફેલાય તો કોની જવાબદારી થશે તે અંગે સવાલો ઉઠ્યા હતા. બીજી તરફ અમરેલીનાં જ ચાંદગઢ ગામે પોલીસ દ્વારા લગ્ન સમારંભ બંધ રાખવામાં આવ્યો હતો. જેના કારણે 17 જાન લીલા તોરણે પરત ફરી હતી. પોલીસે લગ્ન પણ પુરા થવા દીધા નહોતા. જેના કારણે 17 યુગલો પરણ્યા વગર જ પરત ફર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More