અમદાવાદ :રાજ્યમાં સરકારી બસોને અકસ્માત (BRTS Accident) થવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. રોજેરોજે ક્યાંકથી અકસ્માતોના કિસ્સા સામે આવી રહ્યાં છે. લોકો બીઆરટીએસના ડ્રાઈવરોને વખોડી રહ્યાં છે ત્યારે અમદાવાદમાં એએમટીએસ (AMTS) બસને આજે અકસ્માત નડ્યો છે. અમદાવાદના કાંકરિયા તળાવ પાસે અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં એક બાઈક ચાલકને બચાવવા જતા બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ કાંકરિયા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને ટ્રાફિક પોલીસ દ્વારા હટાવવામાં આવ્યો હતો.
કેનાઈન વાયરસથી મુક્ત થયેલા 33 સિંહોને જંગલમાં નહિ છોડાય, લેવાયો આ નિર્ણય
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સયમથી અમદાવાદ અને સુરતમાં સિટી બસના અકસ્માતો ટોકિંગ પોઈન્ટ બન્યા છે. સુરતમાં થયેલા અકસ્માતોમાં ચારનો ભોગ લેવાયો છે, તો અમદાવાદના બીઆરટીએસ અકસ્માતમાં બે યુવકોએ જિંદગી ગુમાવી છે. લોકો દ્વારા બીઆરટીએસ હટાવવાની પણ માંગણી ઉઠી છે. તો ગઈકાલે અમદાવાદના બીઆરટીએસ કોરિડોરમાં બાઉન્સર્સ ગોઠવવામાં આવ્યા હતા. બીઆરટીએસ માટે હાલ સૌથી મોટી સમસ્યા એ છે કે બીઆરટીએસ કોરિડોરમાં સામાન્ય વાહનચાલકો પણ ઘૂસી જતા હોય છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે