Home> Gujarat
Advertisement
Prev
Next

પશુપાલકોને આનંદના સમાચાર : અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો, દાણના ભાવ પણ ઘટાડ્યા

Amul Dairy : પશુપાલકો માટે ખુશખબર, અમૂલે દૂધના ખરીદ ભાવમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
 

પશુપાલકોને આનંદના સમાચાર : અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો, દાણના ભાવ પણ ઘટાડ્યા

Amul Updates બુરહાન પઠાણ/આણંદ : અમૂલ ડેરીએ પશુપાલકોને આનંદના સમાચાર આપ્યા. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ લીટર રૂપિયાનો 10 વધારો આપ્યો છે. હવેથી પ્રતિ કિલો ફેટ 855માં વધારો કરી 865 રૂપિયા ચૂકવાશે. આ નિર્ણયથી અમૂલ સાથે સંકળાયેલા 7 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે. 

fallbacks

તો બીજી તરફ, અમૂલે દાણના ભાવમાં ઘટાડો કર્યો છે. ઈતિહાસમાં પ્રથમવાર દાણના ભાવમાં ઘટાડો કરાયો. દાણના ભાવમાં પ્રતિ કિલોએ 50 પૈસાનો કર્યો ઘટાડો...70 કિલોની એક ગુણે 35 રૂપિયાનો કર્યો ઘટાડો..50 કિલોની એક ગુણે 25 રૂપિયાનો ઘટાડો કરાયો 

અમૂલે પશુપાલકોને આનંદના સમાચાર આપ્યા
અમૂલ દ્વારા દાણના ભાવમાં ઘટાડો કરાયો. ઈતિહાસમાં પ્રથમવાર દાણના ભાવમાં ઘટાડો કરાયો છે. દાણના ભાવમાં પ્રતિ કિલોએ 50 પૈસાનો ઘટાડો કરાયો છે. 

  • 70 કિલોની એક ગુણે 35 રૂપિયાનો ઘટાડો કરાયો 
  • 50 કિલોની એક ગુણે 25 રૂપિયાનો ઘટાડો કરાયો 

અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ લીટર રૂપિયાનો 10 વધારો અપાયો છે. હવેથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટ 855માં વધારો કરી 865 રૂપિયા ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી અમૂલ સાથે સંકળાયેલા સાત લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે. 20 મહિના બાદ પશુપાલકોને ભાવ વધારો અપાયો. છેલ્લે 1 ઓગસ્ટ, 2023ના રોજ 30 રૂપિયાનો વધારો અપાયો હતો. ચેરમેન વિપુલ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી. 

પેટાચૂંટણી માટે ભાજપનો માસ્ટરસ્ટ્રોક : કડી-વિસાવદરની જવાબદારી આ નેતાઓને સોંપી

નવા જુના ભાવ 

  • ભેંસનાં દૂધમાં પ્રતિ કિલો ફેટમાં 10 રૂપિયાનો  વધારો
  • ગાયનાં દૂધમાં પ્રતિ કિલો ફેટમાં 4.50 રૂપિયાનો વધારો અપાયો
  • ભેંસના દૂધમાં 6 ટકા ફેટ પ્રતિ લીટર જૂનો ભાવ 52.82 રૂપિયા 
  • ભેંસના દૂધમાં 6 ટકા ફેટ પ્રતિ લીટર નવો ભાવ 53.44 રૂપિયા 
  • ભેંસના દૂધમાં  7 ટકા ફેટ પ્રતિ લીટર જૂનો ભાવ 61.62 રૂપિયા 
  • ભેંસના દૂધમાં 7 ટકા ફેટ પ્રતિ લીટર નવો ભાવ 62.34 રૂપિયા 
  • ગાયના દૂધમાં 3.50  ટકા ફેટ પ્રતિ લીટર જૂનો ભાવ 35.83  રૂપિયા 
  • ગાયના દૂધમાં 3.50 ટકા ફેટ પ્રતિ લીટર નવો  ભાવ 36.25 રૂપિયા 
  • ગાયના દૂધમાં 4  ટકા ફેટ પ્રતિ લીટર જૂનો ભાવ 37.78 રૂપિયા 
  • ગાયના દૂધમાં 3.50  ટકા ફેટ પ્રતિ લીટર નવો ભાવ 38.23  રૂપિયા

અમુલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયો. પ્રતિ કિલોએ 10 રૂપિયાનો વધારો કરાયો છે. અગાઉ 855 ભાવ આપતો હતો, જે હવે પછી 865 થયો. અમુલે દાણના ભાવમાં પણ પ્રતિ કિલોએ 50 પૈસાનો ઘટાડો કર્યો છે. દાણની 70 કિલોની બેગમાં 35 રૂપિયાનો ફાયદો થશે. જૂનો ભાવ 1540 હતો જે હવે થી 1505 માં મળશે. જ્યારે 50 કિલોની બેગમાં 25 રૂપિયાનો ઘટાડો થયો છે. જૂનો ભાવ 1075 હતો, જે હવે 1050 માં મળશે. 

મેવાણીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, પેટાચૂંટણી માટે પક્ષે સોંપેલી જવાબદારી માટે ના પાડી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More