Home> Gujarat
Advertisement
Prev
Next

જનતા કર્ફ્યૂ વચ્ચે દૂધના વેચાણ મામલે Amulના એમડીએ આપ્યો મોટો મેસેજ

સોશિયલ મીડિયાના સારા ઉપયોગ સામે ઘણા અસામાજિક તત્વો દ્વારા ખોટા મેસેજ કરી એક પ્રકારનું પેનિક ક્રિયેટ કરવાનો (#GujaratJageCoronaBhage) સતત પ્રયત્ન કરતા હોય છે. કોરોના વાયરસ (corona virus) સામે લડવા માટે જનતા કર્ફ્યુ (Janta Curfew) વચ્ચે સૌથી લોકોની સૌથી વધુ ભાગદોડ દૂધ મેળવવા માટે થઈ હતી. સાંજ બાદ લગભગ તમામ પાર્લર પર દૂધ પૂરુ થઈ ગયું હતું. તો ક્યાંક દૂધ મેળવવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી. તેમાં અમૂલ દૂધ માટે પણ કહેવામાં આવ્યું હતું કે અમૂલ દૂધ મળવામાં મુશ્કેલી થશે. જેની સામે જીસીએમએમએફના એમડી આર. એસ સોંઢી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, અમૂલ દૂધની કોઈ શોર્ટેજ સામાન્ય નાગરિકોને નહિ પાડવા દેવામાં આવે.

જનતા કર્ફ્યૂ વચ્ચે દૂધના વેચાણ મામલે Amulના એમડીએ આપ્યો મોટો મેસેજ

લાલજી પાનસુરીયા/આણંદ :સોશિયલ મીડિયાના સારા ઉપયોગ સામે ઘણા અસામાજિક તત્વો દ્વારા ખોટા મેસેજ કરી એક પ્રકારનું પેનિક ક્રિયેટ કરવાનો (#GujaratJageCoronaBhage) સતત પ્રયત્ન કરતા હોય છે. કોરોના વાયરસ (corona virus) સામે લડવા માટે જનતા કર્ફ્યુ (Janta Curfew) વચ્ચે સૌથી લોકોની સૌથી વધુ ભાગદોડ દૂધ મેળવવા માટે થઈ હતી. સાંજ બાદ લગભગ તમામ પાર્લર પર દૂધ પૂરુ થઈ ગયું હતું. તો ક્યાંક દૂધ મેળવવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી. તેમાં અમૂલ દૂધ માટે પણ કહેવામાં આવ્યું હતું કે અમૂલ દૂધ મળવામાં મુશ્કેલી થશે. જેની સામે જીસીએમએમએફના એમડી આર. એસ સોંઢી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, અમૂલ દૂધની કોઈ શોર્ટેજ સામાન્ય નાગરિકોને નહિ પાડવા દેવામાં આવે.

fallbacks

લોકો જરૂર મુજબ જ દૂધ ખરીદી કરે તેવી અપીલ
આજે ઝી ન્યૂઝની ટીમે અમૂલ પર પહોંચી રિયાલિટી ચેક કરી હતી. સામાન્ય દિવસોની જેમ જ અમૂલ પ્લાન્ટ રાબેતા મુજબ જ ચાલતો હતો અને દૂધની કોઈ સપ્લાય બંધ નથી. આજે પણ શહેરમાં અમૂલ પાર્લર ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા. તો બીજી તરફ, ગુજરાતના દરેક શહેરમાં અમૂલ પાર્લર ચાલુ હાલતમાં છે. આણંદમાં આવેલ અમૂલ ડેરીમાં એમડી દ્વારા લોકોને અફવા ન ફેલાવવામાં આવે તેવી અપીલ કરાઈ છે. અમૂલ દ્વારા જોઈતા પ્રમાણમાં દૂધ છે અને તેનું સપ્લાય બંધ થવાનું નથી. માટે લોકો જરૂર મુજબ જ દૂધ ખરીદી કરે તેવી અપીલ કરાઈ છે. 

જે દુકાનદારો દૂધનો ભાવ વધારશે તે નહિ ચલાવી લેવાય
કોરોના વાયરસને લઇને જાહેર કરાયેલ જનતા કરફ્યુ પહેલા દૂધનું વેચાણ 25 થી 30 ટકા વધી ગયું હતું. તો આ મામલે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પણ જણાવ્યું હતું કે, જનતા કરફ્યૂમાં દૂધ નહિ મળે તે ચિંતા કરવાની જરૂર નથી. જે ભાવે દૂધ મળે છે તે જ ભાવે વેચાશે. માત્ર ગુજરાત જ નહિ, બહારનાં રાજ્યોમાં પણ દૂધ અમે ગુજરાતથી મોકલીશું. જે દુકાનદારો દૂધનો ભાવ વધારશે તે નહિ ચલાવી લેવાય. રાજ્યની ડેરીઓ અને અમુલ બ્રાન્ડ ચાલુ જ રહેશે. જો ભાવ કોઈ દુકાન દાર વધુ લે તો મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને ફરિયાદ કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, આગામી બુધવાર, તારીખ 25 માર્ચ સુધી રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દૂધ, શાકભાજી, ફળફળાદી, કરિયાણું, પ્રોવિઝનલ સ્ટોર્સ તેમજ મેડીકલ સ્ટોર્સ, દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી, મેડીકલ સાધનોની ઉત્પાદક કંપની, ફાર્મસી અને આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત અન્ય આવશ્યક સેવાઓ જેમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત સેવાઓ, વિજળી અંગેની સેવાઓ, વીમા કંપની, ઇન્ટરનેટ, ટેલિફોન અને આઇ.ટી. સંબંધિત સેવાઓ બેન્ક, એ.ટી.એમ., બેન્કના કલીયરીંગ હાઉસ તથા સ્ટોક એક્ષચેન્જ અને તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન તથા અન્ય અતિ આવશ્યક સેવાઓ, રેલવે, ટ્રાન્સપોર્ટ સેવા, પેટ્રોલ પંપ, પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા તંત્ર તથા મીડીયા સમાચારપત્રો, ખાદ્ય પદાર્થો અને ખાદ્ય સામગ્રી, દવાઓ, પેસ્ટકંટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા તથા તેને લગતા ઇ-કોમર્સ સાથે સંકળાયેલી દુકાનો-સંસ્થાઓ જ ચાલુ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More