Amul Ghee Price Hike શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા : કમરતોડ મોંઘવારીનો વધુ એક ફટકો સામાન્ય જનતાને લાગી રહ્યો છે. ગુજરાતની દૂધ વિક્રેતા અમૂલ ડેરીએ મસ્તી દહી બાદ હવે ઘીના ભાવમાં પણ વધારો ઝીંક્યો છે. અમુલે ઘી અને બટરના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. અમુલ ઘીના એક લિટરના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો છે. તો અમુલ બટરનાં ભાવમાં 500 ગ્રામમાં 10 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. તો અમુલ બટર 100 ગ્રામના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. બટરના ભાવમાં સપ્તાહ પહેલા વધારો ઝીંક્યો હતો. તો અમુલ ઘીના ભાવમાં બે દિવસ પૂર્વે વધારો જાહેર કર્યો છે.
અમુલ ઘી 1 લીટર જૂનો ભાવ 540
અમુલ ઘી 1 લીટર નવો ભાવ 570
અમુલ ઘી 1 લીટર ટીન નવો ભાવ 555
અમુલ ઘી 1 લીટર ટીન નવો ભાવ 585
અમુલ બટર 500 ગ્રામ જૂનો ભાવ 265
અમુલ બટર 500 ગ્રામ નવો ભાવ 275
અમુલ બટર 100 ગ્રામ જૂનો ભાવ 52
અમુલ બટર 100 ગ્રામ નવો ભાવ 54
હજી બે દિવસ પહેલા જ અમૂલે ગુજરાતના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો હતો. અમુલે દહીંના ભાવમાં વધારો ઝીંક્યો હતો. અમૂલે મસ્તી દહીના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે અમૂલે વિવિધ પ્રકારના દહીના નવા ભાવ જાહેર કર્યાં હતા. ત્યારે બે દિવસ બાદ શુક્રવારે ઘી અને બટરમા વધારો જાહેર કર્યો છે,
અમુલ મસ્તી દહીં 1 કિલો પાઉચ જૂનો ભાવ 69 રૂપિયા
અમુલ મસ્તી દહીં 1 કિલો પાઉચ નવો ભાવ 72 રૂપિયા
અમુલ મસ્તી દહીં 5 કિલો પાઉચ જૂનો ભાવ 310 રૂપિયા
અમુલ મસ્તી દહીં 5 કિલો પાઉચ નવો ભાવ 325 રૂપિયા
અમુલ મસ્તી દહીં 5 કિલો પાઉચમાં 15 રૂપિયાનો વધારો
અમુલ મસ્તી દહીં 400 ગ્રામ પાઉચ જૂનો ભાવ 32 રૂપિયા
અમુલ મસ્તી દહીં 400 ગ્રામ પાઉચ નવો ભાવ 34 રૂપિયા
અમુલ મસ્તી દહીં 200 ગ્રામ પાઉચ જૂનો ભાવ 17 રૂપિયા
અમુલ મસ્તી દહીં 200 ગ્રામ પાઉચ નવો ભાવ 18 રૂપિયા
અમુલ મસ્તી 200 ગ્રામ ડબ્બી જૂનો ભાવ 21 રૂપિયા
અમુલ મસ્તી 200 ગ્રામ ડબ્બી નવો ભાવ 22 રૂપિયા
આમ, આખા દેશમાં મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી દીધી છે. જીવનજરૂરિયાતી વસ્તુઓના ભાવ સતત વધી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે