Home> Gujarat
Advertisement
Prev
Next

Car Accident: અમૂલના MD ને નડ્યો અકસ્માત, આણંદ નજીક પલટી ખાઇ ગઇ કાર

ભારતમાં જાણિતી અમૂલ ડેરીના એમડી આર એસ સોઢીને કાર પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત આણંદના બાકરોલ રોડ પર સજાર્યો છે. જેમાં આર એસ સોઢી અને તેમના ડ્રાઇવરને ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

Car Accident: અમૂલના MD ને નડ્યો અકસ્માત, આણંદ નજીક પલટી ખાઇ ગઇ કાર

આણંદ: ભારતમાં જાણિતી અમૂલ ડેરીના એમડી આર એસ સોઢીને કાર પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત આણંદના બાકરોલ રોડ પર સજાર્યો છે. જેમાં આર એસ સોઢી અને તેમના ડ્રાઇવરને ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

fallbacks

પોલીસે કહ્યું કે, તેને સામાન્ય ઇજા પહોંચી છે, અને હાલ હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. આ દૂર્ઘટના ગુજરાતના આણંદમાં બાકરોલ રોડ નજીક ઘટી હતી.  

મળતી માહિતી પ્રમાણે, અમૂલના એમડી આરએસ સોઢી કાર લઇને જઇ રહ્યાં હતા. એ દરમિયાન આણંદના બાકરોલ રોડ પર તેઓની કારનું ટાયર ફાટ્યું હતું. જેના કારમે તેમને ઈજાગ્રસ્ત થઇ પહોંચી હતા, બાદમાં તેમને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં આરએસ સોઢીની સાથે સાથે તેમના ડ્રાઇવેર અને અન્ય એક એક્ટિવા ચાલક પણ ઈજાગ્રસ્ત થયો હતો.  બાદમાં અમૂલના MDની કારને અકસ્માત નડ્યો હોવાની જાણ થતા જ કંપનીના સિનિયર અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More