જપ્તવ્ય યાજ્ઞિક, આણંદ: તાજેતર થોડા દિવસો અગાઉ સુમુલ ડેરી (Sumul Dairy) એ એક લિટરે દુધમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારબાદ હવે અમૂલે (Amul) પણ દૂધના ભાવમાં વધારા કર્યો છે. અમૂલે ડેરી (Amul Dairy) એ પ્રતિ લિટર દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવવધારો આવતીકાલથી લાગૂ પડશે.
જેથી હવે આવતીકાલે જ્યારે તમે દૂધ (Milk) ની થેલી લેવા જાવ અને દુકાનદાર એક રૂપિયો વધુ માંગે તો એમાં નવાઇ નહી. આવતીકાલથી 500 મીલીની દૂધની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે. આ ભાવ વધારો તમામ બ્રાંડના દૂધમાં થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અમૂલ ગોલ્ડ (Amul Gold) 500 મીલી પહેલા 28 રૂપિયે હવે 29 રૂપિયે મળશે. આ પ્રમાણે તેજ રીતે અમૂલ તાજા, શક્તિ, ટી સ્પેશિય સહિતની તમામ બ્રાંડના દૂધ તમામાં લિટરે બે રૂપિયાનો વાધારો કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે