સચીન પીઠવા/સુરેન્દ્રનગર: વઢવાણ-કોઠારિયા રોડ પર ST બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વઢવાણનો કંદોઈ પરિવાર દિવાળી વેકેશનને લઈ દર્શનાર્થે નીકળ્યો હતો ત્યારે કાળ બનીને આવેલી ST બસે કંદોઈ પરિવારને વેર વિખેર કરી નાંખ્યો છે.
વધુમાં વાંચો...અમદાવાદઃ હોસ્પિટલમાં પ્રસુતાનું મોત, પરિવારજનોએ ડોક્ટર પર લગાવ્યો બેદરકારીનો આક્ષેપ
અકસ્માતમા થતા જ વઢવાણ- કોઠારિયા રોડ પર ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને નજીકની હોસ્પિટલમાં સરવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. અકસ્માત થતા સ્થાનિકોનું ટોળું જામતા ટ્રાફિક જામ થયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે