Home> Gujarat
Advertisement
Prev
Next

મોરબી નજીક ટ્રક સાથે કાર અથડાતા કારમાં લાગી આગ, 8 લોકોના મોત, એકની હાલત ગંભીર

ત્રણ વ્યક્તિને ગંભીર હાલતમાં રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે. 

 મોરબી નજીક ટ્રક સાથે કાર અથડાતા કારમાં લાગી આગ, 8 લોકોના મોત, એકની હાલત ગંભીર

મોરબીઃ મોરબી-રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક સાથે કાર અથડાતા કારમાં આગ લાગી હતી. કારમાં સવાર છ લોકોના બળી જવાથી મોત થયા હતા. ત્રણ લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. સારવાર માટે ખસેડાયેલા ત્રણમાંથઈ બે લોકોના હોસ્પિટલમાં મોત થયા છે. આમ આ ઘટનામાં કુલ મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે. હજુ એક વ્યક્તિ ગંભીર છે. 

fallbacks

પ્રાપ્ત વિગત અનુસાર મોરબી-રાજકોટ હાઈવે પર છતર નજીત સીએનજી ઈકો કાર ટ્રક સાથે અથડાઈ હતી. ત્યારબાદ કારમાં આગ લાગી હતી. રોડ પર પસાર થઈ રહેલા વાહનચાલકોએ વાહનો રોકીને કારની અંદરથી લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કાર ચાલક સહિત 6 લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતા મોરબી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 

મૃતકોની યાદી
1. ભાવનાબેન કલાડીયા
2. રાજેશભાઈ તલાડીયા
3. બણદેવ તલાડીયા
4. સાગર તલાડીયા
5. મીનાબેન તલાડીયા
6. મહેશ તલાડીયા
7. મુકેશભાઈ તલાડીયા
8. રમેશભાઈ તલાડીયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More